આઠ વર્ષની ઉમરે બન્યો સૌથી નાની વયનો સિરીયલ કિલર

PC: youtube.com

ઇતિહાસમાં ઘણા બધા એવા સિરીયલ કિલિંગના કેસ સાંભળવા મળે છે જેને સાંભળી માણસના રૂંવાટા ઉભા થઇ જાય પણ જ્યારે વાત હોય એક આઠ વર્ષના બાળકની ત્યારે તેની કહાણી સાંભળી કોઇ પણ વ્યક્તિ ચક્તિ થઇ જાય તેનો અપરાધ એટલો મોટો હતો કે ભાગ્યે જ કોઇને આ બાબત માનવામાં આવે બિહારના બેગુસરાયના મહેસૂરી ગામમાં એક પછી એક એમ બે બાળકની હત્યા કરવામાં આવી આ બનાવના પગલે ગામમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું.

જોકે થોડા સમયની અંદર જ ત્રીજા બાળકની હત્યાંથી ગામ આખુ આ બનાવના પગલે ખોરંભે ચડ્યું. લોકો હત્યારા વિષે વિચાર કરી રહ્યા હતા જ્યારે હત્યારો તો તેમની નજર સમક્ષ પોતાનો બીજો શિકાર શોધી રહ્યો હતો. કારણકે કોઇને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેમની વચ્ચે રહેતા આ આઠ વર્ષના બાળક દ્વારા આ તમામ હત્યાઓ કરવામાં આવી છે. 1988ની સાલમાં એક મજૂર પરિવારમાં જન્મેલો અમરદીપ સદા વિશ્વનો સૌથી નાનો સીરીયલ કિલર માનવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર અમરદીપે તેની સગી બહેનની પણ હત્યા કરી હતી .અને તેની ધરપકડ પહેલા તેણે બાજુમાં રહેતી 6 મહિનાની બાળકીને પત્થરના ઘા કરી મોતને ઘાટ ઉતારી હતી. અને ખેતરમાં લઇ જઇ તેને દાટી દીધી હતી. પોલીસે જ્યારે તેને કસ્ટડીમાં લીધો અને બનાવ અંગે પૂછપરછ કરી ત્યારે તેનો જવાબ સાંભળી તમામ લોકો દંગ રહી ગયા.તેના જણાવ્યા અનુસાર તેને લોકોને મારવાથી મજા આવતા હતી. આનંદ મળતો હતો. તેણે પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલવા પણ પોલીસ પાસે બિસ્કિટ માંગ્યા હતા

આ કેસની તપાસ કરનાર અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રકારનો કેસ તેમણે ક્યારેય જોયો ન હતો. ઉલ્લેખનીય છે કે પોલીસ ઠપકાની પણ તેની પર કોઇ પ્રકારની અસર જોવા મળતી ન હતી. જોકે કેસની સુનવણીમાં જણાવવામાં આવ્યું કે જ્યારે તેણે આ હત્યાઓ કરી ત્યારે તેણે સાચા ખોટાની સમજ ન હતી જેથી તેને જુવેનાઇલ હોમમાં મોકલી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp