જે કૂતરાને બચાવવા જતા થયું બાઇકરનું મોત, એ પહોંચી ગયો તેના ઘરે અને માતા..

PC: opindia.com

કર્ણાટકના દાવણગેરેમાં હાલના દિવસોમાં એક રખડતો કૂતરો ખૂબ ચર્ચામાં છે. અહીં રોડ પર ઊભા કૂતરા સાથે ટક્કર રોકવાના ચક્કરમાં 21 વર્ષીય એક બાઇક સવાર યુવકનું મોત થઇ ગયું હતું. જો કે, ત્યારબાદ એ કૂતરાએ જે કર્યું, તેની અહી દરેક ચર્ચા કરી રહ્યું છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટ મુજબ, શિવમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકામાં 16 નવેમ્બરના રોજ તિપેશ નામના યુવકનું માથામાં ગંભીર ઇજા થવાના કારણે મોત થઇ ગયું હતું.

જે કૂતરાને બચાવવાના ચક્કરમાં આ અકસ્માત થયો, એ થોડા દિવસ બાદ તેના ઘરે આવી પહોંચ્યો. મીડિયા રિપોર્ટ મુજબ, એ કૂતરો તિપેશની માતા પાસે ગયો અને તેના હાથ પર પોતાનું માથું રાખી દીધું. ત્યાં ઉપસ્થિત લોકો મુજબ, તેને જોઇને એમ લાગી રહ્યું હતું, માનો આ કૂતરો તેના દીકરાના મોત પર દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. તિપેશની માતા, યશોમ્માએ કૂતરાની આ હેરાન કરી દેનારી હરકત બાબતે જણાવ્યું.

તેણે કહ્યું કે, તિપેશના અંતિમ સંસ્કાર બાદ આ કૂતરો અમારા ઘર પાસે આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ વિસ્તારના બીજા રખડતા કૂતરા તેને ત્યાંથી ભગાવી દેતા હતા. તિપેશની માતાએ કહ્યું કે, અંતે થોડા દિવસ બાદ તે ઘરની અંદર પહોંચ્યો અને પોતાનું માથું મારા હાથ પર રાખી દીધું હતું. અમને લાગ્યું કે કૂતરો તિપેશના મોત પર દુઃખ વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે જણાવ્યું કે, એ કૂતરો હવે તેમની સાથે જ રહે છે.

તિપેશના એક સંબંધીએ જણાવ્યું કે, કૂતરો લગભગ 8 કિલોમીટર સુધી ચાલીને એ ઘર સુધી પહોંચ્યો હતો. અકસ્માતવાળી જગ્યા ત્યાંથી લગભગ 8 કિલોમીટર દૂર છે. એ કૂતરો ઘર સુધી આખા રસ્તાએ એ વાહનનો પીછો કરતો રહ્યો. ઘર પાસે અંતિમ સંસ્કાર દરમિયાન પણ કૂતરો આસપાસ જ ઉપસ્થિત હતો. 3 દિવસ બાદ કૂતરો ઘરમાં ઘૂસી ગયો અને તિપેશની માતા પાસે જઇને બેસી ગયો. તિપેશની બહેન ચંદનાએ જણાવ્યું કે, એ લોકો કૂતરાથી નારાજ નથી. એ એક અકસ્માત હતો, જેમાં દુર્ભાગ્યથી અમે પોતાનો ભાઇ ગુમાવી દીધો.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp