બનારસના રસ્તાઓ પર રખડતું કૂતરું હવે જશે વિદેશ, બની ગયો પાસપોર્ટ

PC: newstrack.com

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે રોડ પર રખડતા કૂતરાએ કોઈ પર હુમલો કરી દીધો. કૂતરાઓના ટોળાએ માણસને બચકાં ભરી લીધા અને તેનું મોત થઈ ગયું, કે પછી તમે માણસો અને કૂતરાઓના પ્રેમ બાબતે તો ઘણું બધુ સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ દૂર દેશથી આવેલા નાગરિકને રખડતો કૂતરો પસંદ આવી ગયો હોય અને તે તેને પોતાની સાથે લઈ જઈ રહ્યો હોય? તેનો જવાબ તમે કદાચ ‘ના’માં આપશો, પરંતુ ઉત્તર પ્રદેશના વારાણસીમાં એમ થયું છે.

નેધરલેન્ડથી ભારત ફરવા આવેલી એક મહિલાઅને વારાણસીના રસ્તાઓ પર ફરતી ‘જયા’ (કૂતરી) એટલી પસંદ આવી કે તે તેને પોતાની સાથે લઈ જઈ રહી છે. એટલું જ નહીં જયા માટે રીતસરના પાસપોર્ટ અને વિઝા પણ બનાવી લેવામાં આવ્યા છે. જો કે, કોઈ એક દેશથી બીજા દેશ કોઈ પરણીને લઈ જવા માટે લાંબી પ્રક્રિયા છે અને મહિલા એ નકી પ્રક્રિયા હેઠળ જયાને નેધરલેન્ડ લઈ જવા માગે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, નેધરલેન્ડની આ મહિલાનું નામ મેરાલ બોન્ટેનબેલ છે.

મેરાલે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા જણાવ્યું કે, તે નેધરલેન્ડના એમ્સ્ટર્ડની રહેવાસી છે. તે અહી મુસાફરી કરવા અને શહેરમાં ફરવા આવી હતી. આ દરમિયાન જ્યારે તે બનારસની ગલીઓમાં ફરી રહી હતી, ત્યારે જયા તેની પાસે આવી. તે અમારી સાથે હળવા-મળવા માગતી હતી. ત્યારબાદ અમારી સાથે ચાલવા લાગી. ત્યારે એક કૂતરાએ તેના પર હુમલો કરી દીધો. ત્યારે એક ગાર્ડે તેને બચાવી. મેરાલ કહે છે કે પહેલા જયાને દત્તક લેવાનો કોઈ ઇરાદો નહોતો.

તેણે આગળ કહ્યું કે, હું બસ એ જ ઇચ્છતી હતી કે તે રસ્તાઓ પર રખડતી ન ફરે. જો કે, હવે તે તેને પાળવા માગે છે અને એ જ ઉદ્દેશ્યથી તે જયાને નેધરલેન્ડ લઈ જવા માગે છે. એક રિપોર્ટ મુજબ, જયા વિદેશ જવાની પ્રક્રિયા વારાણસીથી પૂરી કરી લેવામાં આવી છે અને વર્તમાનમાં તે દિલ્હી પહોંચી પણ ગઈ છે. 31 ઓક્ટોબરની રાત્રે નેધરલેન્ડ માટે ફ્લાઇટથી જયા અને મિરાલ રવાના થશે. છેલ્લા 6 મહિનામાં જયા બનારસથી વિદેશ જતી બીજી સ્ટ્રીટ ડૉગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp