ફુગ્ગો ફૂલાવતી વખતે જતો રહ્યો માસૂમનો જીવ, શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો ફાટેલો બલૂન

PC: earlyimpactlearning.com

ઉત્તર પ્રદેશના અમરોહામાં એક દર્દનાક અકસ્માત થઈ ગયો. અહી એક માસૂમનો જીવ ફુગ્ગા ફૂલાવતી વખત જતો રહ્યો. ફુગ્ગો ફૂલાવતી વખત તે આચનક ફાટી ગયો હતો, જેથી તેનો ટુકડો બાળકના ગળામાં ફસાઈ ગયો. તે દુઃખાવાથી પીડવા લાગ્યો. ઇમરજન્સીમાં પરિવારજનો તેને ડૉક્ટર પાસે લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. માસૂમનું મોત થઈ ચૂક્યું હતું. આ ઘટનાથી માસૂમના પરિવારજનોનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનોએ કહ્યું કે, ક્યારેય વિચાર્યું પણ નહોતું કે રમતા રમતા બાળકનો જીવ જતો રહ્યો.

મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના અમરોહાના ગજરોલાની છે. મૃતક બાળકની ઉંમર માત્ર 10 વર્ષ હતી. તે 5માં ધોરણમાં ભણતો હતો. ગત દિવસોમાં તે બહાર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન રમતા રમતા તે મોઢા વડે ફુગ્ગો ફૂલાવવા લાગ્યો. ત્યારે જ ફુગ્ગો ફાટી ગયો અને એક ઝટકામાં તેના મોઢાની અંદર જતો રહ્યો. ગળામાં ફુગ્ગો ફસાવાના કારણે તે તડપવા લાગ્યો. તેને શ્વાસ લેવામાં પરેશાની થવા લાગી.

પછી તે બેહોશ થઈને જમીન પર પડી ગયો, ત્યારબાદ સાથે રમી રહેલા બાળકોએ માસૂમના પરિવારજનોને તેની જાણકારી આપી તો ઘરમાં હાહાકાર મચી ગયો. પરિવારજનો તરત જ બાળકને હૉસ્પિટલ લઈને દોડ્યા, પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. ત્યારબાદ મૃતકના ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું. માતાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. પરિવારજનોને વિશ્વાસ થઈ રહ્યો નથી કે આ પ્રકારે તેમનો જીગરનો ટુકડો દુનિયા છોડીને જતો રહેશે.

ચિકિત્સા અધિક્ષક ડૉ. યોગેન્દ્ર સિંહે જણાવ્યું કે, બાળક હૉસ્પિટલમાં પહોંચવા અગાઉ જ દમ તોડી ચૂક્યું હતું. બાળકની શ્વાસ નળીમાં ફુગ્ગો ફસાવાથી મોત થવાનું પ્રતીત થઈ રહ્યું છે. સ્વજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાની ના પડી દીધી. સપ્ટેમ્બરમાં પણ એક એવી જ ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી હતી. 7 વર્ષીય બાળકના ગળામાં એક ફાટેલો ફુગ્ગો ચોંટી ગયો હતો. પરિવારજનો તેને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ બાળકની હાલતમાં સુધાર ન થયો, ત્યારનાદ તેને જિલ્લા હૉસ્પિટલ માટે રેફર કરી દેવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp