એવો વીડિયો વાયરલ થયો કે DCP સહિત આખું પોલીસ સ્ટેશન સસ્પેન્ડ થઈ ગયું
લખનૌમાં વરસાદ વચ્ચે મહિલાઓ/રસ્તે જતા લોકો સાથે ગેરવર્તન કરવાના મામલે યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. ઘટનામાં સ્થાનિક ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP), એડિશનલ ડેપ્યુટી પોલીસ કમિશનર (ADCP), આસિસ્ટન્ટ પોલીસ કમિશનરને તત્કાલીન પ્રભાવથી હટાવી દેવામાં આવ્યા છે. સાથે જ સ્થાનિક પ્રભારી નિરીક્ષક, પોલીસ સ્ટેશન ઇનચાર્જ અને પોલીસ સ્ટેશન પર ઉપસ્થિત તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ અગાઉ પોલીસની 4 અલગ અલગ ટીમો અસામાજિક તત્વોને પકડવા માટે બનાવવામાં આવી હતી.
પોલીસે વીડિયોના આધાર પર ઓળખ કરીને ગેરવર્તન કરનારા 4 યુવકોની ધરપકડ કરી છે. છેડછાડની કલમો વધારવામાં આવી છે. હાલમાં બાકી આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ઘટનાના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં ભારે વરસાદ વચ્ચે આવતી જતી છોકરીઓ, મહિલાઓ, વૃદ્ધો સાથે બદમાશી કરી રહ્યા છે. કોઇ કોઇ સ્કૂટી સવારને ધકેલીને રસ્તા પર ભરાયેલા પાણીમાં પાડે છે તો કોઇ ચાલુ કારનો દરવાજો ખોલીને તેમાં ગંદુ પાણી નાખે છે.
Lucknow: A viral video shows people mistreating a woman during rain and causing a ruckus under the Taj Hotel bridge. Police intervened, dispersed the crowd, and are identifying those involved pic.twitter.com/7TJxUYKmIv
— IANS (@ians_india) July 31, 2024
એક જગ્યાએ તો આ અસામાજિક તત્વોએ બાઇકથી જતા કપલને પાણીમાં પાડી દીધું. તેમણે છોકરી સાથે છેડછાડ પણ કરી. 31 જુલાઇએ લખનૌની તાજ હોટલ નજીક ગોતમી નગર પોલીસ સ્ટેશનમાં બનેલા અંડરપાસ નજીક વરસાદના કારણે પાણી ભરાઇ ગયું હતું. જેની આસપાસ મોટી સંખ્યામાં અસામાજિક તત્વો એકત્ર થઇ ગયા. તેઓ આવાત જતા લોકો અને વાહનો સાથે ગેરવર્તન કરવા લાગ્યા. કેટલાક યુવકોએ બાઇકથી જઇ રહેલા કપલ સાથે છેડછાડ કરી.
વીડિયો વાયરલ થયો તો હોબાળો મચી ગયો. લોકોએ કડક કાર્યવાહીની માગ કરી, ત્યારબાદ ગોતમી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી, તેમજ 4 અલગ અલગ ટીમ બનાવીને અને ક્રાઇમ ટીમને લગાવવામાં આવી. અસામાજિક તત્વોની ધરપકડના પ્રયાસના ક્રમમાં 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મળેલા પુરાવા અને CCTV ફૂટેજના આધાર પર સુસંગત કલમોમાં વધારો કરવામાં આવ્યો છે. વર્તમાનમાં વિવેચન અંતર્ગત કલમ 191 (2), 3(5), 272, 285 અને 74 (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવા/લજ્જાભંગ સંબંધિત) BNS 2023 પ્રચલિત છે. બાકી આરોપીઓની ધરપકડ જલદી જ કરી દેવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું કે, પ્રકારણમાં કાર્યવાહીના ક્રમને ચાલુ રાખતા પ્રથમ દૃષ્ટિએ બેદરકારી થવા પર સ્થાનિક નાયબ પોલીસ કમિશનર, એડિશનલ નાયબ પોલીસ કમિશનર, આસિસ્ટન્ટ પોલીસ કમિશનરને તત્કાલીન પ્રભાવથી હટાવી દેવામાં આવી છે. સાથે જ સ્થાનિક પ્રભારી નિરીક્ષક, પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અને પોલીસ સ્ટેશન પર ઉપસ્થિત બધા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. લખનૌ પોલીસ ક્ષેત્રમાં સરકારની ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવતા શાંતિ અને કાયદા વ્યવસ્થા બનાવી રાખવા માટે દૃઢ સંકલ્પિત છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp