મા સરસ્વતીના આ ધામમાં વિદ્યાર્થીઓ દારુની મહેફિલ માણતા જોવા મળ્યા, જુઓ વીડિયો

PC: youtube.com

માઁ સરસ્વતીના ધામમાં વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જતા હોય છે. ત્યારે દાદરાનગર હવેલીની એક શાળામાં વિદ્યાર્થીઓએ શિક્ષણને લાંછન લગાડ્યુ છે. વિદ્યાર્થીઓ શાળાના પરિસરમાં જ દારુની મહેફિલ માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

દાદરાનગર હવેલીના ટોકરખાડા ગામમાં આવેલ સ્કૂલના પરિસરમાં વિદ્યાર્થીઓ ગણવેશમાં દફ્તર સાથે દારુની મોજ માણતા દેખાઈ રહ્યા છે. ભણવાના પુસ્તકોની જગ્યાએ આ વિદ્યાર્થીઓના હાથમાં દારુના જામ દેખાઈ રહ્યા છે. આ વીડિયો ઘણા સવાલ ઉભા કરે છે.

ઉલ્લેખનીય છે કે દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં દારુબંધી નથી. પરંતુ આવી રીતે ભણવાની ઉંમરે વિદ્યાર્થીઓ શાળાના પરિસરમાં જ દારુની મહેફિલ માણતા જોવા મળી રહ્યા થે તે ખરેખર ચિંતાનો વિષય છે.

આ બાબતે તપાસ થવી જોઈએ કે આ બાળકો સુધી આ નશીલી વસ્તુઓ ક્યાંથી આવે છે અને કેવી રીતે પહોંચાડમાં આવે છે. આ વિદ્યાર્થીઓને ભણતરમાંથી ભટકાવી ઉંધા રવાડે ચડાવનાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp