ભારત-પાકિસ્તાન વચ્ચે કંઈ સીમા છે? વાયરલ થઈ રહ્યો છે વિદ્યાર્થીનો જવાબ

PC: ndtv.com

ભારત અને પાકિસ્તાન સીમા સાથે જોડાયેલા પરીક્ષાના પ્રશ્નનો એક રસપ્રદ જવાબ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેણે ઈન્ટરનેટ યુઝર્સનું ખૂબ મનોરંજન થઈ રહ્યું છે. રાજસ્થાનના ધૌલપુર જિલ્લાની એક શાળામાં રાજનીતિ વિજ્ઞાનના પેપરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા અને તેની લંબાઈ બાબતે એક સવાલ હતો.પરીક્ષામાં સવાલમાં પૂછવામાં આવ્યો હતો કે, ‘ભારત વર્સિસ પાકિસ્તાન વચ્ચે કઇ સીમા છે. લંબાઈ બતાવો?’ આ સવાલ પર વિદ્યાર્થીએ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો છે.

તેણે લખ્યું કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘સીમા’ સીમા હૈદર છે. વિદ્યાર્થીએ બંને દેશો વચ્ચેના અંતરના રૂપમાં સીમા હૈદરની ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ પણ બતાવી દીધી. બંને દેશો વચ્ચે તેને લઈને લડાઈ છે. (સીમા હૈદર બંને દેશો વચ્ચે છે. તે 5 ફૂટ 6 ઇંચ લાંબી છે. દેશ તેના કારણે લડી રહ્યા છે.) મીડિયા રિપોર્ટ મુજબ જે વિદ્યાર્થીએ પેપરમાં આ જવાબ લખ્યો છે તેનું નામ અજય કુમાર બતાવવામાં આવી રહ્યું છે. એક X (અગાઉ ટ્વીટર) પર તેની તસવીર શેર કરી છે. વિદ્યાર્થીના આ મજેદાર જવાબને લઈને લોકો કમેન્ટ કરીને ખૂબ મજા લઈ રહ્યા છે.

આ ટ્વીટ પર એક યુઝરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘વૉટ્સએપ યુનિવર્સિટીનો વિદ્યાર્થી.’ અન્ય એક યુઝરે લખ્યું કે, તેને આ પ્રકારના ઇનોવેટિવ જવાબ માટે વધારાના માર્ક્સ મળવા જોઈતા હતા. ત્રીજા એક યુઝરે લખ્યું કે, વિદ્યાર્થીએ અંતર માપવાનો પ્રયાસ કર્યો. મને આશા છે કે તેને સસ્પેન્ડ નહીં કરવામાં આવે.  ઘણા લોકો વિદ્યાર્થીના આ જવાબથી સહમત છે અને તેને યોગ્ય બતાવી રહ્યા છે. તો ઘણા લોકોનું કહેવું છે વિદ્યાર્થીએ એવો જવાબ જાણીજોઇને લખ્યો છે. એક યુઝરે લખ્યું કે, ‘સીમા ભાભી છે જ એવી કે તેના માટે બંને દેશોમાં યુદ્ધ થઈ જાય.

તો એક અન્ય યુઝરે લખ્યું સીમા ભાભી હવે ભારતની છે અને હવે તેને પાકિસ્તાન ક્યારેય નહીં જવા દઈએ. આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની નાગરિક સીમા હૈદર આ વર્ષની શરૂઆતમાં આ સમયે રાષ્ટ્રીય લાઇમલાઇટ બની, જ્યારે તે પોતાના પ્રેમી સચિન સાથે ગેરકાયદેસર રૂપે રહેવા ભારતમાં આવી ગઈ. તે પોતાના 4 બાળકો સાથે નેપાળના રસ્તે સચિન મીણા સાથે રહેવા માટે ભારત આવી હતી, જેણે તેની મુલાકાત વર્ષ 2019માં ઓનલાઇન ગેમ પબ્જી રમતી વખત થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp