BJP સરકારના મંત્રીનું અનોખું ફરમાન- શાળામાં યસ મેડમ અને યસ સર નહીં જય હિન્દ...

PC: newindianexpress.com

મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના પ્રભારી મંત્રી વિજય શાહનું કહેવું છે કે, હવે સરકારી અને પ્રાઇવેટ શાળામાં યસ સર અને યસ મેડમ નહીં ચાલે.’ વિજય શાહે કહ્યું કે હાજરી દરમિયાન વિદ્યાર્થીને જય હિન્દ બોલવું પડશે. જય હિન્દ બોલવાથી દેશ ભક્તિનો અહેસાસ અને ઝનૂન ઉત્પન્ન થશે. યસ સર, યસ મેડમ બોલવાથી શું થાય છે. જય હિન્દ બોલવાનું આ મારું નિવેદન નથી. આ મારો આદેશ છે. વિજય શાહે આ નિવેદન ભાજપના કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું.

જનજાતિ કાર્ય વિભાગ લોક પરિસંપત્તિ સંચાલન અને ભોપાલ ગેસ દુર્ઘટના પર રાહત પુનર્વાસ મંત્રી વિજય શાહ રતલામ જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા બાદ બુધવારે પહેલી વખત જિલ્લાના પ્રવાસ પર પહોંચ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓ સાથે બેઠક દરમિયાન તેમણે કહ્યું કે, જિલ્લામાં કલેકટર આ આદેશનું પાલન કરાવશે. ધોરણ 1 થી ધોરણ 12માં સુધી પ્રાઇવેટ અને સરકારી શાળાઓમાં જન ગણ મન ગાવું અનિવાર્ય છે. બાળકો શાળામાં રોટેશનથી બેસશે.

વિજય શાહે વધુમાં કહ્યું કે, હવે રતલામ જિલ્લાની કોઈ પણ શાળામાં વિદ્યાર્થી યસ સર કે યસ મેડમ નહીં બોલે. હવે જય હિન્દ સર ને જય હિન્દ મેડમ બોલશે. સ્ટુડન્ટ જ્યારે જય હિન્દ સર બોલશે ત્યારે પોતાનો હાથ ઊચો કરીને બોલશે. તેનાથી બાળકોમાં દેશભક્તિની ભાવના વધશે. હવે જિલ્લાના બધી શકાય અને સરકારી શાળામાં જય હિન્દ બોલીને હાજરી નોંધાવવી પડશે. હરિયાણા સરકારે એમ પણ કહ્યું કે, આદેશ જાહેર કર્યો હતો કે રાજ્યની શાળામાં વિદ્યાર્થિનીઓને સવારે ગુડ મોર્નિંગની જગ્યાએ જય હિન્દ બોલવું પડશે.

ગત 15 ઓગસ્ટથી આ નિર્ણયનું ક્રિયાન્વય શરૂ કરી દેવામાં આવ્યું છે. શાળાના શિક્ષણ નિર્દેશાલયના આદેશમાં કહેવામાં કહેવામાં આવ્યું હતું કે આ પગલાનું ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું ગાઢ ભાવના ઉત્પન્ન કરવાનું છે. હરિયાણા સરકારના આદેશમાં કહેવામાં આવ્યું કે, જય હિન્દનો નારો સુભાષ ચંદ્ર બોસે ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આપ્યો હતો. ભારતના સશસ્ત્ર બળોએ પણ જય હિન્દને સલામીના રૂપમાં સ્વીકાર્યું હતું. સરકારે કહ્યું કે, શાળામાં હવે ગુડ મોર્નિંગની જગ્યાએ જય હિન્દનો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી રોજ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતાની ભાવનાથી પ્રેરિત કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp