રસ્તા પર ઓવરસ્પીડ કાર અને નોટનો વરસાદ, સ્ટંટબાજોમાં નથી પોલીસનો ડર, જુઓ વીડિયો

PC: aajtak.in

તમે સોશિયલ મીડિયા પર સ્ટંટબાજીના ઘણાં વીડિયો જોયા ગશે. પોલી પણ આ સ્ટંટબાજો અને ઓવરસ્પીડ કાર ચલાવનારાઓથી પરેશાન છે. જેને લઇ તેઓ સમય સમય પર કાર્યવાહી કરતા રહે છે. તેમ છતાં આ લોકો પોતાની હરકતોથી બાજ આવી રહ્યા નથી. હાલમાં જ એક વધુ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અમુક યુવકો કારની બહાર આવીને હલ્લો મચાવે છે. એટલું જ નહીં આ યુવકો કારોમાંથી નોટો પણ ફેંકવાનું શરૂ કરી દે છે.

રાજધાની દિલ્હીથી જોડાયેલ ગૌતમબુદ્ધ નગરમાં પોલીસ ઘણાં મહિનાઓથી સતત સ્ટંટબાજો સામે કાર્યવાહી કરી રહી છે. પણ તેમ છતાં આ સ્ટંટબાજો તેમની હરકતોથી બાજ આવી રહ્યા નથી. હાલનો જ કિસ્સો નોઇડાના સેક્ટર-37ની પાસેનો છે. જ્યાં રસ્તા પર ઓવરસ્પીડ કારની બારીમાંથી બહાર નીકળીને તીખળવૃત્તિ કરી રહેલા યુવકોનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ચાલતી કારોમાં સાયરલ વગાડી અને પછી વિન્ડોમાંથી બહાર નીકળીને નોટોની વર્ષા કરતા જોવા મળી રહ્યા છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, વીડિયોને ધ્યાનમાં લઈ આ કારોનું ચલણ કાપી લેવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, એક વીડિયો નોઇડાના સેક્ટર-37થી વાયરલ થયો છે. અમને જ્યારે સૂચના મળી તો અમુક યુવકોએ સિટી સેન્ટરની બહાર કારોમાં ન માત્ર સ્ટંટબાજી કરી બલ્કે ગાડીની વિન્ડોથી બહાર નીકળીને નોટો પણ ફેંકી. સાયરન પણ વગાડ્યા.

વીડિયોને ટ્રાફિક પોલીસે તરત ધ્યાનમાં લીધો. પછી તે કારોની ઓળખાણ કાઢીને ચલણ કાપવામાં આવ્યું. યુવકોને ફરીવાર આ બધુ ન કરવાની ચેતવણી આપવામાં આવી. કહેવામાં આવ્યું કે, જો ફરીવાર તેમણે આવી હરકતત કરી તો જેલની હવા ખાવી પડી શકે છે.

સ્ટંટબાજોમાં પોલીસનો ડર નથી

જણાવીએ કે, પાછલા ઘણાં મહિનાઓથી નોઇડા પોલીસ આખા જનપદમાં કેટલાય સ્ટંટબાજોની ધરપકડ કરી તેમની જેલ મોકલી ચૂકી છે. ઘણાં માધ્યમોથી આ સ્ટંટબાજોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. તેમ છતાં સ્ટંટબાજ સતત કશે પણ સ્ટંટ કરતા જોવા મળી આવે છે. એટલું જ નહીં તેમના આ સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે, જેથી તેઓ ફેમશ થઇ શકે. પણ તેમને એ નથી સમજાતું કે આ પ્રકારના સ્ટંટ કરવામાં તેઓ પોતાની સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp