આનંદીબેનને સમન મોકલનાર SDM સાથે જાણો શું થયું

PC: twitter.com

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સમન્સ મોકનાર SDM સામે ગાજ વરસી છે. DMએ આનંદીબેન પટેલને સમન્સ મોકલનાર SDM વિનિત કુમાર અને એક ક્લાર્કને સસ્પેન્ડ કરી દીધા છે.

તાજેતરમાં ઉત્તર પ્રદેશના બદાયુંના SDM વિનિત કુમારે રાજ્યપાલ આનંદીબેન પટેલને એક જમીનના કેસમાં સમન્સ મોકલીને કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું. એ પછી રાજ્યપાલના સચિવે DMને પત્ર લખીને કહ્યું હતું કે, કોઇ પણ બંધારણીય પદ સંભાળતા હોય તેવી વ્યક્તિને સમન્સન કે નોટીસ મોકલી શકાતી નથી. એ પછી બદાયુંના DMએ વિનિત કુમાર અને એક કલાર્કને સસ્પેન્ડ કરી દીધા છે.

ચંદ્રહાસ નામના એક વ્યકિતએ SDM કોર્ટમાં લેખરાજ નામના વ્યકિત સામે કેસ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમના સંબંધીની જમીન એક વ્યક્તિએ હડલી લીધી હતી અને એ જમીન લેખરાજે ખરીદી હતી. એમાની જમીનનો કેટલોક ભાગ સરકારે અધિગ્રહણ કર્યો હતો અને લેખરાજને સરકાર તરફથી 12 લાખનું વળતર મળ્યુ હતું. ચંદ્રહાસે લેખરાજ અને સરકારને વિપક્ષના પક્ષકાર બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp