સુધા મૂર્તિએ રક્ષાબંધન પર એવું શું લખી દીધુ કે લોકો પાછળ પડી ગયા, સ્પષ્ટતા છતા..

PC: x.com/SmtSudhaMurty

રાજ્યસભા સાંસદ, સામાજિક કાર્યકર, મોટિવેશનલ સ્પીકર અને લેખિકા સુધા મૂર્તિ સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ X પર સુધા મૂર્તિએએ એવી કહાની સંભળાવી કે, જેના કારણે લોકોએ તેમને ટ્રોલ કરી દીધા છે. તેમણે બીજો વીડિયો શેર કરીને સ્પષ્ટતા પણ આપી, તેમ છતા લોકો સહમત ન થયા. સુધા મૂર્તિએ રક્ષાબંધન પર એવી કહાની સંભળાવી કે ત્યારબાદ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા.

રક્ષાબંધન પર સુધા મૂર્તિએ સંભળાવી કહાની

સુધા મૂર્તિએ રક્ષાબંધન પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે રક્ષાબંધનને મુઘલ બાદશાહ હુમાયુ અને ચિત્તોડની રાણી કર્ણાવતી સાથે જોડી હતી. ત્યારથી તેઓ આ પોસ્ટ માટે ટ્રોલ થવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમણે X પર એક વીડિયો સંદેશ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે રાણી કર્ણાવતી જોખમમાં હતી, ત્યારે તેમણે મુગલ બાદશાહ હુમાયુને એક દોરો મોકલીને તેમની પાસે મદદ માગી. તેમણે મદદ માટે ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક રૂપે એક દોરો મોકલ્યો. હુમાયુને તો દોરા બાબતે કંઈ ખબર નહોતી, એટલે તેમણે લોકોને તેની બાબતે પૂછ્યું.

લોકોએ કહ્યું કે આ દોરો એક બહેનની પોતાના ભાઈને પુકાર છે. આ દેશમાં રિવાજ છે કે જ્યારે પણ કોઈ બહેનને મદદની જરૂર હોય છે, ત્યારે તે પોતાના ભાઈ પાસે દોરો મોકલે છે. લોકોની વાત સાંભળીને હુમાયુએ રાણી કર્ણાવતીને મદદ કરવાનું નક્કી કર્યું અને તેમને મદદ કરવા નીકળી પડ્યો, પરંતુ તેમને પહોંચવામાં વિલંબ થઇ ગયો. સુધી મુર્તિએ આ કહાનીને રક્ષાબંધન સાથે જોડતા કહ્યું કે આજે પણ ઉત્તર ભારતમાં એ રિવાજ છે કે બહેન તેના ભાઈને રાખડી બાંધવા ગમે તેટલે દૂરની મુસાફરી કરી લે છે.

સુધા મૂર્તિની આ પોસ્ટ પર લોકો ગુસ્સે થઇ ગયા. લોકોએ તેમની કહાનીને ખોટી, ફેક બતાવી દીધી. કોઈએ લખ્યું કે તમારે દિવસમાં 20 કલાક ઈતિહાસ વાંચવો જોઈએ. કોઈએ તેમની કહાનીને બકવાસ બતાવીને ફગાવી દીધી. એક યુઝરે તેમની કહાની પર કમેન્ટ પણ કરતા લખ્યું કે તેમણે અસત્ય ફેલાવવાનું બંધ કરવું જોઈએ. તો ઘણા યુઝર્સે રક્ષાબંધન સાથે જોડાયેલી કહાનીઓ શેર કરી અને કહ્યું કે તે મહાભારત કાળ સાથે સંબંધિત છે. ત્યારબાદ સુધા મૂર્તિએ પણ એક ટ્વીટમાં સ્પષ્ટતા આપી અને કહ્યું કે તેમણે જે કહાની બતાવી છે તે ઘણી કહાનીઓમાંથી એક છે. જોકે લોકો અત્યારે પણ તેમની વાત સાથે સહમત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp