ઉજ્જૈન 305 બાળકો-વૃદ્ધોના પિતા, મધર ટેરેસા કારણે બદલાઈ જિંદગી, જીવિત રહેતા...
ગઈ કાલે જ ફાધર્સ ડે ગયો, ખરું ને?, પરંતુ આજે અમે એક એવા વ્યક્તિની વાત કરવા જઇ રહ્યા છે, જેઓ ઘણા લોકો માટે પિતાનો રોલ નિભાવી રહ્યા છે. સેવા ધામ આશ્રમના સંચાલક સુધીરભાઈ ગોયલની ઉંમર 65 વર્ષ છે. ઉજ્જૈનથી 15 કિમી દૂર ગંભીર ડેમ પાસે અંબોદિયામાં સ્થિત એક અંકિત સેવા ધામ આશ્રમને તેઓ સંચાલિત કરે છે. આ આશ્રમમાં 850 લોકો રહે છે, તેમાં અબાલ-વૃદ્ધ સૌનો સમાવેશ થાય છે. સુધીરભાઈ 305 લોકો માટે પિતાનો રોલ નિભાવી રહ્યા છે.
સૌના આધાર કાર્ડમાં પિતાનું નામ સુધીરભાઈ ગોયલ લખેલું છે. આ એ લોકો છે જેમને કોઈ દીકરો છોડી ગયો, તો કોઈના પરિવારજનો. તો કોઈ રોડ પર મળ્યું, જેમની હાલચાલ જાણવા કોઈ આવતું નથી. તેમની સેવા સુધીરભાઈ ગોયલ 35 વર્ષથી કરે છે. સરકારી રેકોર્ડમાં સુધીરભાઈ ગોયલના સેવાધામ આશ્રમમાં 305 એવા લોકો છે, જેમનું ન તો નામ છે, ન એડ્રેસ છે. માતા-પિતાની કોઈ ખબર નથી. સુધીરભાઈ તેમના માટે પિતાનો રોલ નિભાવી રહ્યા છે. આધાર કાર્ડમાં પણ બધાનું નામ અને પિતાની જગ્યાએ સુધીરભાઈ ગોયલનું નામ નોંધાયેલું છે.
આ આશ્રમમાં 90 વર્ષ સુધીના વૃદ્ધ રહે છે. અત્યાર સુધી સુધીરભાઈ ગોયલે 35 વર્ષોમાં 3,000 લોકોના ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર કરાવ્યા છે. સાથે જ 5,000 કરતા વધુ લોકોનો પુનર્વાસ કરાવ્યો છે. સુધીરભાઈને પોતાના પિતાનો દરજ્જો આપે છે. તેઓ પોતાની બંને દીકરીઓ અને પત્ની સાથે સેવા ધામ આશ્રમમાં લોકોની સેવા કરે છે. સુધીરભાઈ ગોયલ બતાવે છે કે વર્ષ 1989માં તેમણે પોતાના ઘરમાં રાખેલી જમા પૂંજીથી એક નાનકડી જમીન ખરીદીને સેવા ધામ આશ્રમની શરૂઆત કરી હતી. એક વખત ઉજ્જૈનમાં મધર ટેરેસા સાથે મળ્યા બાદ તેમનું જીવન બદલાઈ ગયું. ત્યારથી અત્યાર સુધી સુધીરભાઈ સતત લોકોની સેવા કરી રહ્યા છે.
સેવાધામ આશ્રમમાં દિવ્યાંગ, નેત્રહીનથી લઈને દરેક પ્રકારના લોકો રહે છે, જેમની સેવા આશ્રમમાં સુધીરભાઈ કરી રહ્યા છે. સુધીરભાઈની ઈચ્છા છે કે તેઓ આગામી જન્મમાં પણ લોકોની સેવા કરતા રહે, તેના માટે તેમણે 300 સ્ક્વેર ફૂટનો એક મોટો શેડ બનાવ્યો છે અને અહી પોતાનો અંતિમ સંસ્કાર કરાવવા માગે છે. તેના માટે તેમણે પોતાના મોત અગાઉ મોટો ફોટો લગાવી દીધો છે. તેમાં લખ્યું છે કે, મેં પોતાનું અંતિમ સ્થાન, અંતિમ અભિલાષા સાથે નક્કી કરી લીધું, જેથી મૃત્યુ બાદ પણ હું અહી રહેનારા બધાની સેવા કરી શકું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp