સુનીતાનો CM અરવિંદ કેજરીવાલની ધરપકડ પર ચોંકાવનારો ખુલાસો, NDA સાંસદનું નામ લીધું

PC: indiatv.in

CM અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ધરપકડના મુદ્દે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ એક ઊંડા રાજકીય ષડયંત્રનો ભોગ બન્યા હતા અને EDએ એક સાક્ષીના ખોટા નિવેદન પર તેમની ધરપકડ કરી હતી. તેણે વીડિયો મેસેજ બહાર પાડીને પૂછ્યું કે, શું તમે જાણો છો કે CBIએ CM કેજરીવાલની ધરપકડ કેમ કરી? NDAના એક સાંસદના નિવેદન પર તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમનું નામ મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડી એટલે કે MSR છે. MSR આંધ્ર પ્રદેશના NDA સાંસદ છે.

સુનીતાએ કહ્યું, 'MSRએ કહ્યું કે, તે દિલ્હીમાં ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ ખોલવા માંગે છે. આ માટે તેઓ દિલ્હીના CM સાથે જમીન અંગે વાત કરવા ગયા હતા. CM કેજરીવાલે કહ્યું કે, જમીન LG પાસે છે. અરજી આપો, અમે જોઈ લઈશું અને આમ કહી તે નીકળી ગયા.

સુનીતા કેજરીવાલે કહ્યું કે, NDA સાંસદ મંગુતા રેડ્ડીએ EDને આપેલા પહેલા બે નિવેદનો EDને ગમ્યા ન હતા. આ પછી EDએ તેના પુત્રની ધરપકડ કરી અને તેને પાંચ મહિના સુધી જેલમાં ટોર્ચર કર્યો. સુનીતાએ કહ્યું, 'આઘાતના કારણે રાઘવની પત્ની અને MSRની પુત્રવધૂએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને તેમની વૃદ્ધ માતા તેમના પુત્રની હાલત જોઈને બિમાર થઈ ગઈ. પોતાના પુત્ર અને પરિવારની હાલત જોઈને મંગુથા રેડ્ડીએ પોતાનું નિવેદન બદલી નાખ્યું અને એ જ કહ્યું કે ED તેમના નિવેદનમાં જે કહેવા ઇચ્છતી હતી અને બદલામાં મંગુથા રેડ્ડીના પુત્રને જામીન આપવામાં આવી હતી.

સુનીતા કેજરીવાલે વીડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે, મંગુતા રેડ્ડીએ ED સમક્ષ ખોટું નિવેદન આપ્યું હતું. તેમણે પોતે કહ્યું હતું કે, તેઓ CM અરવિંદ કેજરીવાલને પહેલી અને છેલ્લી વાર 16 માર્ચ 2021ના રોજ મળ્યા હતા. શું કોઈ પહેલી જ મુલાકાતમાં ઘણા બધા લોકોની સામે પૈસા માંગશે? મંગુથા રેડ્ડીના પુત્ર અને પરિવારને 5 મહિના સુધી ટોર્ચર કરવામાં આવ્યો અને ત્યારપછી MSRએ EDને ખોટું નિવેદન આપ્યું. કોર્ટે CM કેજરીવાલ જીને જામીન આપતાં કહ્યું કે, મંગુતા રેડ્ડીને બેલની લોલીપોપ આપવામાં આવી હતી.

સુનીતા કેજરીવાલે વધુમાં કહ્યું કે, દિલ્હીના પુત્ર CM અરવિંદ કેજરીવાલને એક મોટા રાજકીય ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યા છે. તે એક શિક્ષિત અને કટ્ટર પ્રમાણિક માણસ છે અને આજે આપણે તેમની સાથે ઊભા રહેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp