બાબા અને બાળકૃષ્ણ બન્ને સુપ્રીમ કોર્ટને ગણકારતા નથી, જાણો શું થયું?

PC: indiatoday.in

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને અવમાનનાની નોટિસ ફટકારતાં 2 અઠવાડિયા બાદ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પતંજલિ આયુર્વેદના તથા કથિત ભ્રામક જાહેરાતને લઈને આ આદેશ સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પહેલા પણ યોગગુરુ રામદેવને નોટિસ આપીને કોર્ટમાં બોલાવ્યા હતા. કોર્ટે 3 અઠવાડિયાની અંદર પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણ અને યોગગુરુ બાબા રામદેવ પાસે જવાબ માગ્યો હતો.

એ સિવાય સુપ્રીમ કોર્ટે સંસ્થાની જાહેરાત પ્રકાશિત કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી ફાઇલ કરીને કહ્યું હતું કે, પતંજલિ આયુર્વેદની જાહેરાત ખોટો દાવો કરનાર અને ભ્રામક છે. પતંજલિએ કોર્ટને અંડરટેકિંગ આપ્યું હતું એ છતા જાહેરાત છપાવી. એવામાં જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે નારાજગી વ્યક્ત કરતા રામદેવ અને MD આચાર્ય બાળકૃષ્ણ પાસે જવાબ માગ્યો છે.

જવાબ ન મળવા પર કોર્ટે હાજર થવાનો આદેશ આપ્યો અને અવમાનનાની નોટિસ પકડાવી દીધી. પતંજલિની જાહેરાતોમાં બાબા રામદેવની તસવીર પણ લાગેલી હતી. એવામાં કોર્ટે તેમને પણ પાર્ટી બનાવ્યા અને પૂછ્યું કે આખરે તેમની વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કેમ શરૂ ન કરવામાં આવે. પતંજલિની જાહેરાત અમે જોઈ. કોર્ટમાં આપવામાં આવેલા અંડરટેકિંગને જોતા આચાર્ય રામદેવે બતાવવું જોઈએ કે અંતે તેમની વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કેમ ન શરૂ કરવામાં આવે. તેમને ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડિઝ એક્ટ 1954નું પણ ઉલ્લંઘન કર્યું છે.

આ કાયદાનું સેક્શન 3 બ્લડ પ્રેશર, ડાયાબિટિસ, અર્થરાઇટિસ, અસ્થમાં જેવા રોગોને જડથી ખતમ કરવાના પ્રચારો પર પ્રતિબંધ લગાવ્યો છે. તો પતંજલિ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, પતંજલિ સાથે બાબા રામદેવનું કોઈ લેવું દેવું નથી. કોર્ટે એટલી વાત સાંભળવી જોઈએ. તેના પર બેન્ચે કહ્યું કે, બાબા રામદેવે અમારા આદેશ બાદ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમને માત્ર કારણ બતાવો નોટિસ જ જાહેર કરવામાં આવી છે. તેમણે પોતાનો જવાબ આપવો જોઈએ.

આ કેસમાં કોર્ટે કેન્દ્રની પણ ખેચાઈ કરી અને કહ્યું કે, તેનો જવાબ ઓન ધ રેકોર્ડ નહોતો. કોર્ટને કેન્દ્રના જવાબની કોપી મળી શકી નથી. કોર્ટે કેન્દ્રએ પણ પોતાનો જવાબને ઓન ધ રેકોર્ડ નોંધાવવાનો આદેશ આપ્યો છે. એ સિવાય એમ પણ કહ્યું કે, જો જવાબ સંતોષકારક હોતો નથી તો જરૂરી આદેશ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp