‘6 દુકાનો વેચીને વહુને આપો ભરણ-પોષણ ભથ્થુ, ન વેચાય તો..’, SCએ કેમ આપ્યો આવો આદેશ

PC: indiatoday.in

સુપ્રીમ કોર્ટ (SC)એ એક કેસની સુનાવણી કરતા અનોખો નિર્ણય આપ્યો. કોર્ટે એક વ્યક્તિને તેની પૈતૃક દુકાનો વેંચીને વહુને ભરણ-પોષણ ભથ્થું આપવાનો આદેશ આપ્યો છે. એક વ્યક્તિનો દીકરો લગ્નના બરાબર બાદ પત્નીને છોડીને ઓસ્ટ્રેલિયા ભાગી ગયો હતો. ત્યાં બીજા લગ્ન કરી લીધા. સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે મોહન ગોપાલ નામના વ્યક્તિને આદેશ આપ્યો કે, તે પોતાની 6 દુકાનો વેંચીને વહુને ભરણ-પોષણ ભથ્થું આપે. સુપ્રીમ કોર્ટે એ વાતને પણ ધ્યાનમાં લીધી કે, મોહન ગોપાલ આને તેના દીકરા વરુણ ગોપાલે વારંવાર કોર્ટના આદેશની અવહેલના કરી છે. કોર્ટે કહ્યું કે, બંનેએ ભરણ-પોષણ ભથ્થાની આખી રકમ આપવી પડશે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે મોહન ગોપાલની 6 દુકાનોના વેંચાણમાં મદદ કરવા માટે દિલ્હી હાઇ કોર્ટને પણ આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી ભરણ-પોષણ ભથ્થાના બાકી 1.25 કરોડ રૂપિયા મળી જતા નથી, ત્યાં સુધી પ્રોપર્ટીમાંથી જે ભાડું મળે છે, તે અરજીકર્તા મહિલાને મળશે. કોર્ટે પોતાના આદેશાં ચોખ્ખે ચોખ્ખું કહ્યું કે, જો 3 મહિનાની અંદર આખી પ્રોપર્ટી વેંચાતી નથી તો તે મહિલાના નામે કરી દેવામાં આવે. સુનાવણી દરમિયાન કોર્ટે એ દસ્તાવેજો પણ પણ ધ્યાન આપ્યું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લગ્નના બરાબર પછી વરુણ ગોપાલ ઓસ્ટ્રેલિયા ભાગી ગયો અને ત્યાં બીજા લગ્ન કરી લીધા.

કોર્ટે બેંક સ્ટેટમેન્ટ્સ પણ જોયા, જેનાથી ખબર પડી કે વરુણને સારી એવી રકમ ટ્રાન્સફર થઈ હતી. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, વરુણના લગ્ન વર્ષ 2012માં થયા હતા. એ સમય તે ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતો હતો. લગ્ન બાદ ઓસ્ટ્રેલિયા ગયો અને પાછો આવ્યો જ નહીં. ત્યારબાદ તેની પત્નીએ વરુણ અને તેના પિતા વિરુદ્ધ FIR નોંધાવી આને ભરણ-પોષણ ભથ્થાની માગ કરી હતી. વર્ષ 2017માં વરુણે ઓસ્ટ્રેલિયાની એક કોર્ટથી છૂટાછેડાની ડિક્રી હાંસલ કરી લીધી હતી.

એક રિપોર્ટ મુજબ, કોર્ટે પહેલા સસરાની 11 દુકાનો સીઝ કરવાનો આદેશ આપ્યો હતો કેમ કે પતિ સંપત્તિઓનો એકમાત્ર ઉત્તરાધિકારી હતો. કોર્ટે એ દુકાનોને સીઝ કરવાનો પણ આદેશ આપ્યો જે સતત 3 હરાજીમાં ન વેંચાઈ. કોર્ટમાં સુનાવણી દરમિયાન વરુણના પિતા મોહન ગોપાલ સતત દલીલ આપતો રહ્યો કે તે પોતાના દીકરાની હરકતો માટે જવાબદાર નથી, પરંતુ કોર્ટે તેની એક ન સાંભળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp