‘આ છેલ્લો ચાંસ છે’, AAPને સુપ્રીમ કોર્ટે આપી 2 મહિનાની મુદત, જાણો શું છે મામલો

PC: news18.com

આમ આદમી પાર્ટી (AAP)ને સુપ્રીમ કોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાઉજ એવેન્યૂ સ્થિત પાર્ટી ઓફિસને ખાલી કરવાની નક્કી તારીખને વધારી દીધી છે. AAPને હવે લગભગ 2 મહિનાનો વધારાનો સમય મળી ગયો છે. સુપ્રીમ કોર્ટે ઓફિસ ખાલી કરવા માટે 10 ઑગસ્ટની સમય સીમા નક્કી કરી દીધી છે. સાથે જ એ પણ સ્પષ્ટ કરી દીધું કે આ છેલ્લો ચાંસ છે. સુપ્રીમ કોર્ટે AAPને આ રાહત તેની એ અરજી પર સુનાવણી બાદ આપી, જેમાં પાર્ટીએ પૂર્વ નિર્ધારિત સમયસીમામાં વૃદ્ધિની માગ કરી હતી.

4 માર્ચે કોર્ટે 15 જૂન સુધી ઓફિસ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે AAPને કહ્યું કે, આ છેલ્લો ચાંસ આપવામાં આવી રહ્યો છે અને એ શપથ પત્ર આપવામાં આવે કે સંપત્તિને 10 ઑગસ્ટ સુધી હેન્ડઓવર કરી દેવામાં આવશે. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મેહતાની વેકેશન બેન્ચે AAP તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીની દલીલોને સ્વીકારી લીધી અને સમય સીમા 10 ઑગસ્ટ સુધી વધારવાનો આદેશ આપ્યો.

બેન્ચે અરજી સ્વીકારતા કહ્યું કે, તથ્યો અને પરિસ્થિતિઓ પર વિચાર કરતા છેલ્લા ચાન્સના રૂપમાં અમે 4 માર્ચના આદેશમાં આપેલા સમયને વિસ્તાર આપી રહ્યા છીએ. કોર્ટે કહ્યું કે, અરજીકર્તા (AAP)એ એક અઠવાડિયાની અંદર કોર્ટની રજીસ્ટ્રીને લખીને આપવાનું છે કે 10 ઑગસ્ટ સુધી શાંતિપૂર્વક જમીન હેન્ડઓવર કરી દેશે. ઉલ્લેખનીય છે કે પરિસર દિલ્હી હાઇકોર્ટને ફાળવવામાં આવ્યું છે, જ્યાં દિલ્હી કોર્ટો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાનું પ્રસ્તાવિત છે.

કોર્ટને જમીન વર્ષ 2020માં ફાળવવામાં આવી હતી. વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, 10 ઑગસ્ટ સુધી મુદત માગવામાં આવી રહી છે કેમ કે દિલ્હી હાઇ કોર્ટે હાલમાં જ કેન્દ્ર સરકારને AAPની અપીલ પર વૈકલ્પિક ઓફિસ માટે 6 અઠવાડિયામાં જગ્યા આપવામાં કહ્યું છે. બેન્ચે એમ પણ કહ્યું કે, પરિસર 2020માં દિલ્હી હાઇકોર્ટને ફાળવવામાં આવ્યું હતું અને અરજીકર્તાના કબજાના કારણે ઇમરતાનો નિર્માણ ખર્ચ વધી ગયો છે.

દિલ્હી હાઇકોર્ટ તરફથી રજૂ થયેલા વકીલ કે. પરમેશ્વરે કહ્યું કે, 4 વર્ષ બાદ પણ હાઇકોર્ટને કબજો મળ્યો નથી. અરજીકર્તા અને કેન્દ્ર વચ્ચે ખેચતાણ ચાલતી રહેશે કેમ કે તેમણે રાજધાનીના કેન્દ્રીય વિસ્તારમાં જમીન માગી છે. અમે નથી ઇચ્છતા કે આ કારણે મોડું થાય. અમે કોર્ટ રૂમ્સની કમીના કારણે ગંભીર સંકટમાં છીએ. અમે ન્યાયિક અધિકારીઓ માટે જગ્યા ભાડા પર લેવા મજબૂર છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp