મેટ્રો ન હોત તો ભગવાન જાણે શું થતુ,અંતે SCએ લંડનનો ઉલ્લેખ કરીને એમ શા માટે કહ્યુ

PC: indiatoday.in

દિલ્હી અને NCRમાં પ્રદૂષણના સ્તરમાં વધારા વચ્ચે સુપ્રીમ કોર્ટે મંગળવારે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનને પાકના અવશેષ સળગાવવા પર ‘તાત્કાલિક રોક’ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો. જસ્ટિસ સંજય કિશન કૌલ અને ન્યાયાધીશ સુધાંશુ ધૂલિયાની પીઠે કહ્યું કે, દિલ્હી વર્ષ દર વર્ષે આ સ્થિતિથી નહીં ઝઝૂમી શકે. પીઠે પંજાબ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલને કહ્યું કે, દરેક વખત રાજનીતિક લડાઈ નહીં હોય શકે. દિલ્હીમાં વધતા પ્રદૂષણ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હવામાન પણ એક મુદ્દો છે. જો મેટ્રો ન હોત તો ભગવાન જાણે શું થતું.

જો કે, પોઈન્ટ ટૂ પોઈન્ટ કનેક્ટિવિટી અત્યારે પણ મુદ્દો છે અને લંડનમાં દરેક અંડરગ્રાઉન્ડ મેટ્રો લે છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને એ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કચરો ખુલ્લામાં ન સળગાવવામાં આવે. દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ સાથે સંબંધિત એક કેસની સુનાવણી કરતા પીઠે પાકના અવશેષ સળગાવવા, વાહન પ્રદૂષણ અને ખુલ્લા કચરામાં સળગાવવા જેવા મુદ્દાઓને ઉઠાવ્યા. તેણે કેસને શુક્રવારે આગળની સુનાવણી માટે સ્થગિત કર્યો છે.

સતત 5 દિવસ સુધી ગંભીર વાયુ ગુણવત્તા બાદ મંગળવારે સવારે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ‘ખૂબ ખરાબ શ્રેણી’માં નોંધાયું. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે Environmental Comensation Charge (પર્યાવરણ વળતર ચાર્જ), જે દિલ્હી સરકારે અત્યાર સુધી વસૂલ્યો છે, તેનો શું ઉપયોગ કર્યો. દિલ્હી સરકાર એ બતાવે કે શું ઓનલાઇન કેબમાં દિલ્હીની રજિસ્ટર્ડ ટેક્સીઓને જ મંજૂરી આપી શકાય છે? લાગે છે કે 2022ની ગાડીઓ પર કલર કોડના આદેશને રાજ્યોમાં લાગૂ કરવામાં આવ્યો નથી.

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આદેશ આપ્યો કે, તે સુનિશ્ચિત કરે કે ખુલ્લામાં કચરો ન સળગાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ કમિટીના ચેરમેનને આગામી સુનાવણીમાં ઉપસ્થિત થવા કહ્યું. DPCC પ્રદૂષણ પર રિયલ ટાઇમ ડેટા એકત્ર કરે અને તેને સાર્વજનિક ન કરવામાં આવે. કેબિનેટ સેક્રેટરીની આગેવાનીમાં રાજ્યો સાથે બુધવારે મીટિંગ થાય. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં સ્મોગ ટાવર બંધ પડ્યો હોવાની સખત નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે, સ્મોગ ટાવર ક્યારે કામ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સ્મોગ ટાવર તુરંત શરૂ થવા જોઈએ, અમે નથી જાણતા કે સરકાર કેવી રીતે સ્મોગ ટાવર શરૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp