દિલ્હી હાઇકોર્ટની જમીન પર બની છે AAPની ઓફિસ, SCએ હેરાની વ્યક્ત કરતા આપ્યો આ આદેશ

PC: indiatoday.in

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાઉજ એવેન્યૂ કોર્ટની જમીન પર આમ આદમી પાર્ટી (AAP)ની ઓફિસ બની છે. આ જમીન હાઇ કોર્ટ માટે ફાળવવામાં આવી હતી. આ કેસ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, આ હેરાનીની વાત છે કે દિલ્હી હાઇ કોર્ટની જમીન પર કોઈ રાજનીતિક પાર્ટીની ઓફિસ ચાલી રહી છે. દિલ્હી હાઇ કોર્ટને તેની જમીન પાછી આપવામાં આવે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 3 જજોની બેન્ચે કહ્યું કે, રાજનીતિક પાર્ટી આ કેસ પર ચૂપ કઇ રીતે બેસી શકે છે.

હાઇ કોર્ટ જમીનનો ઉપયોગ માત્ર જનતા અને નાગરિકોની ભલાઈ માટે જ કરશે. દેશભરની કોર્ટના ન્યાયિક પાયાના ઢાંચાના મુદ્દા પર સુનાવણી દરમિયાન વકીલ .કે પરમેશ્વરે પીઠને જણાવ્યું કે, દિલ્હી હાઇ કોર્ટના અધિકારી જે જમીન પર કબજો લેવા ગયા હતા, તેમને આમ આદમી પાર્ટીના અધિકારીઓએ રોકી દીધા હતા. દિલ્હી સરકારના કાયદા સચિવ ભરત પારાશરે સુપ્રીમ કોર્ટને એમ પણ જણાવ્યું કે, આ જમીન આમ આદમી પાર્ટી પાસે વર્ષ 2016થી છે. આ એક બંગ્લો હતો જેના પર એક મંત્રીએ કબજો કરી લીધો હતો અને ત્યારબાદ રાજનીતિક પાર્ટીએ કબજો કરીને પોતાની ઓફિસ બનાવી લીધી.

સુનાવણી દરમિયાન દિલ્હી સરકાર તરફથી ઉપસ્થિત વકીલને એ બતાવવા કહ્યું કે, હાઇ કોર્ટની જમીનને કેવી રીતે પરત કરવામાં આવે. CJI ડી.વાઇ. ચંદ્રચૂડે દિલ્હી સરકારના મુખ્ય સચિવ, દિલ્હી લોક નિર્માણ વિભાગના સચિવ અને નાણાં સચિવને નિર્દેશોનું પાલન કરવા માટે હાઇ કોર્ટાના રજિસ્ટ્રાર જનરલ સાથે એક બેઠક કરવાના પણ નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે હવે આગામી સુનાવણી માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.

સુપ્રીમ કોર્ટ અગાઉ પણ પાયાની પરિયોજનાઓમાં ફંડમાં મોડું થવા માટે દિલ્હી સરકારને ફટકાર લગાવી ચૂકી છે. તો દિલ્હીની સત્તાધારી પાર્ટીએ દબાણવાળી જમીન પર પાર્ટીની ઓફિસ બનાવવાના આરોપોનું ખંડન કર્યું છે. પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી દૃઢતાપૂર્વક અને સ્પષ્ટ રૂપે આ વાતને ઇનકાર કરે છે. દિલ્હીની રાઉજ એવેન્યૂમાં સ્થિતિ પાર્ટીની રાજનીતિક મુખ્યાલય દબાણવાળી જમીન પર બનાવવામાં આવી છે.

તેણે કહ્યું કે, અમે માનનીય કોર્ટ સમક્ષ દસ્તાવેજ રજૂ કરીશું, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ જમીન દિલ્હી સરકાર દ્વારા આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ તેની સાથે જ દાવો કર્યો કે, વર્ષ 1992માં આ જ જમીન IAS અધિકારીઓ અને મંત્રીઓને ફાળવવામાં આવી હતી અને તેના પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી. અમે પોતાના જવાબ સાથે યોગ્ય દસ્તાવેજ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp