SCએ મનીષ સિસોદિયાને જામીન ન આપ્યા, 3 મહિના માટે રસ્તા પણ બંધ, દિવાળી જેલમાં...

PC: indiatoday.in

દિલ્હી આબકારીનીતિ કૌભાંડના કેસમાં આરોપી અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે મનીષ સિસોદિયાની અરજી પર સુનાવણી કરતા તેમને જામીન આપવાની ના પાડી દીધી છે. જામીન અરજી પર જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે માન્યું કે, તપાસ એજન્સી 338 કરોડની લેવડ-દેવડની વાત અસ્થાયી રૂપે સાબિત કરી શકી છે. સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબરના રોજ સુનાવણી પૂરી કરીને મનીષ સિસોદિયાની જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

8 મહિના અગાઉ 26 ફેબ્રુઆરી 2023ના રોજ CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. મનીષ સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંધવીએ પોતાની દલીલમાં કોર્ટમાં કહ્યું હતું કે, સીધી રીતે મનીષ સિસોદિયા સાથે જોડાયેલા કોઈ પુરાવા છે જ નહીં, અને બધા પુરાવા દસ્તાવેજી પ્રકૃતિના છે. એટલે સિસોદિયાને જેલમાં રાખવાની કોઈ જરૂરિયાત નથી. સિસોદિયાના વકીલે દલીલ આપી હતી કે તેમના ભાગવાનું પણ કોઈ જોખમ નથી. તો EDનો એવો આરોપ છે કે, નવી આબકારીનીતિ જ છેતરવાં બનાવવામાં આવી.

જ્યારે નવી નીતિ સમિતિઓ દ્વારા વિચાર વિમર્શ બાદ પારદર્શી રીતે બનાવવામાં આવી અને તત્કાલીન LGએ તેની મંજૂરી આપી હતી. પીઠે કહ્યું કે, જો 6-8 મહિનામાં ટ્રાયલ પૂરું થતું નથી કે આગામી ત્રણ મહિનામાં ટ્રાયલની ગતિ ધીમી રહેવા પર સિસોદિયા જામીનની અરજી ફરીથી દાખલ કરી શકે. નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એજન્સીએ આપણાં મોટા ભાગના સવાલોના ઉચિત જવાબ નથી આપ્યા. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, પોતાના નિર્ણયમાં કહ્યું કે, રૂપિયા અને ધનની લેવડ દેવડની કડીઓ સ્પષ્ટ છે. 3 મહિનામાં જો ટ્રાયલની ગતિ ધીમી રહી તો પછી જામીનની અરજી કરી શકો છો. તેનો સીધો અર્થ એ જ છે કે 3 મહિના સુધી જામીનના રસ્તા બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, આબકારીનીતિમાં કથિત કૌભાંડના કેસમાં CBIએ 26 ફેબ્રુઆરીના રોજ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ EDએ ધરપકડ કરી હતી. મે મહિનામાં દિલ્હી હાઇ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવતા કહ્યું હતું કે, તેમની વિરુદ્ધ આરોપ ખૂબ ગંભીર છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, મનીષનો આ મામલે વ્યવહાર પણ સારો રહ્યો નથી અને તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તેમની પાસે 18 વિભાગ રહ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. એટલે તેમને અત્યારે જામીન નહીં આપી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp