કોર્ટમાં અરજીઃઆઈન્સ્ટાઇન-ડાર્વિનના સિદ્ધાંતને કારણે 2 કરોડ મોત થયા, કોર્ટે..

PC: moneycontrol.com

સુપ્રીમ કોર્ટ (SC)એ શુક્રવારે ચાર્લ્સ ડાર્વિનના વિકાસવાદના સિદ્ધાંત અને આઈન્સ્ટાઇનના વિશેષ સાપેક્ષતાના સિદ્ધાંતને પડકાર આપતી એક જનહિતની અરજી ફગાવી દીધી. જે દ્રવ્યમાન અને ઉર્જાની સમાનતાને વ્યક્ત કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ડાર્વિનના ખોટા સિદ્ધાંતને સ્વીકારવાના કારણે 2 કરોડ લોકોના મોત થઈ ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે અરજી સાંભળવાની સ્પષ્ટ ના પાડી દીધી. અરજીમાં ડાર્વિનના પ્રાકૃતિક પસંદગી અને જૈવિક વિકાસવાદના સિદ્ધાંત સાથે જ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના કોઈ પદાર્થના દ્રવ્યમાન અને ઉર્જાની સાપેક્ષતાના સિદ્ધાંતના સૂત્ર E=M C2ને પડકાર આપતા તેને ખોટા ગણાવ્યા.

શું છે ડાર્વિન અને આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો એ સિદ્ધાંત?

ડાર્વિનનું માનવું હતું કે આપણે બધાના પૂર્વ જ એક જ છે. દરેક પ્રજાતિ ભલે માણસ હોય, છોડ-વૃક્ષ હોય કે પ્રાણી. બધાં એક-બીજા સાથે સંબંધિત છીએ. તેને જ થિયોરી ઓફ ઇવોલ્યુશન એટલે કે વિકાસવાદનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઇનની થિયોરી ઓફ સ્પેશિયલ રિલેટિવિટી બે ઉપધારણાઓ પર આધારિત છે. પહેલી- એક-બીજાથી સાપેક્ષ સીધી અને સમરૂપ ગતિથી ચાલનારી બધી પ્રયોગશાળાઓમાં પિંડની ગતિ ભૌતિકીના સમાન નિયમોનું પાલન કરે છે. તેને ગતિની સાપેક્ષતા પણ કહેવામાં આવે છે. બીજી-પ્રેક્ષકોની ગતિ હંમેશાં સ્થિર રહે છે અને સ્ત્રોત અથવા પ્રેક્ષકની ગતિનો તેના પર કોઈ પ્રભાવ પડતો નથી.

અરજીને કેમ બતાવી ખોટી?

ઋષિકેશના રહેવાસી રાજકુમારે પોતાની અરજીમાં વિનંતી કરી હતી કે આ સિદ્ધાંતોમાં સુધાર માટે સુપ્રીમ કોર્ટ દખલઅંદાજી કરે. કેમ કે ડાર્વિનના ખોટા સિદ્ધાંતને સ્વીકાર કરવાના કારણે 2 કરોડ લોકોના મોત થઈ ચૂક્યા છે. કેમ કે ડાર્વિનનો વિકાસવાદનો સિદ્ધાંત કહે છે કે બધા જીવિત પ્રાણીની પ્રાકૃતિક પસંદગીના માધ્યમથી વિકસિત થયા છે અને આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો સિદ્ધાંત કહે છે કે દ્રવ્યમાન અને ઉર્જા વિનમય એટલે કે અદલા બદલી થવા યોગ્ય છે.

આ બંને સિદ્ધાંત પરસ્પર વિરોધી છે તો ખોટું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની પીઠે આ અરજી પર નારાજગી વ્યક્ત કરતા સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટએ કહ્યું કે, અમે અહીં ન્યૂટન કે આઇન્સ્ટાઇનને ખોટો સાબિત કરવા માટે બેઠા નથી. સારું હશે કે અરજીકર્તા પોતાનો સિદ્ધાંત પોતે પ્રતિપાદિત કરે. તમે કહી રહ્યા છો કે તમે વિજ્ઞાનના વિદ્યાર્થી રહ્યા છો અને તમે પણ આ સિદ્ધાંત ભણ્યા છો. તમારી દલીલ છે કે ખોટો સિદ્ધાંત ભણાવવામાં આવ્યો. એમ તમને લાગે છે તો તેમાં સુપ્રીમ કોર્ટ કંઇ નહીં કરી શકે.

સુનાવણી દરમિયાન પીઠે કહ્યું કે, અરજીકર્તા આ સિદ્ધાંતોને ખોટો બતાવતા એક મંચ ઈચ્છે છે. એટલે અહી આવ્યો છે. પીઠે સંવિધાનના અનુચ્છેદ 32 હેઠળ આ કેસ પર સીધો વિચાર કરવાનો ઇનકાર કરી દીધો. પીઠે કહ્યું કે, જો અરજીકર્તાનો એ વિશ્વાસ છે કે સિદ્ધાંત ખોટો છે તો પોતાના વિશ્વાસ અને વિચારનો પ્રચાર કરે, પરંતુ સુપ્રીમ કોર્ટ તેના પર વિચાર નહીં કરે કેમ કે અનુચ્છેદ 32 હેઠળ કોઈ પણ ફરિયાદી ત્યારે જ સુપ્રીમ કોર્ટમાં સીધી અરજી દાખલ કરી શકે છે અને કોર્ટ તેના પર સુનાવણી કરી શકે છે, જ્યારે કોઈના પાયાના અધિકારોનું હનન થાય કે તે મુદ્દો મૌલિક અધિકાર સાથે જોડાયેલો હોય. તેના પર અરજીકર્તા રાજકુમારે કહ્યું કે તો પછી તેને શું કરવું જોઈએ? ક્યાં જવું જોઈએ? તેના પર પીઠે કહ્યું કે આ કોર્ટ સલાહ આપવા માટે નથી. તમારું જ્યાં મન કરે ત્યાં જાવ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp