સુપ્રીમ કોર્ટે ચંદીગઢમાં AAPના ઉમેદવારને મેયર જાહેર કરી દીધા પણ મસીહનું શું થશે?

PC: khabarchhe.com

સુપ્રીમ કોર્ટે ભાજપને મોટો ઝટકો આપ્યો છે.ચંદીગઢમાં 30 જાન્યુઆરીએ થયેલી મેયર પદની ચૂંટણીમાં ભાજપનો મેયર બનાવી દેવામાં આવ્યો હતો. રિટર્નીંગ ઓફિસરે આમ આદમી પાર્ટીના 8 વોટ રદબાતલ કરી દીધા હતા. આ પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ ટીટાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને પુરાવા રજૂ કર્યા હતા.

સુપ્રીમ કોર્ટ આ વાતથી સખત નારાજગી વ્યકત કરી હતી અને અગાઉની સુનાવણીમાં કહ્યું હતું કે, આ લોકતંત્રની મજાક છે અને લોકતંત્રની હત્યા છે, સુપ્રીમ કોર્ટ આખં બંધ કરીને બેસી નહી રહે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને કહ્યું હતું કે જે 8 વોટ રદ કરવામાં આવ્યા હતા તેને માન્ય ગણવામાં આવશે. આ પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ ટીટાને ચંદીગઢના મેયર બનાવી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp