DyCMનું પદ હટાવવા કોર્ટમાં અરજી થઈ, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ
સુપ્રીમ કોર્ટે રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રીની વરણી કરવાની પ્રક્રિયા આપનારી જનહિતની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રીનું પદનામ સંવિધાનના કોઈ પણ પ્રાવધાનનું ઉલ્લંઘન કરતું નથી. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રીની વરણી, ઘણા રાજ્યોમાં પાર્ટી કે સત્તામાં પાર્ટીઓના ગઠબંધનમાં વરિષ્ઠ નેતાઓને થોડું વધુ મહત્ત્વ આપવાની પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. એ સંવૈધાનિક નથી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી સંવિધાન હેઠળ માત્ર મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી મંત્રી પરિષદના સભ્યો છે અને તેનાથી વધુ કઇ નથી.
બેન્ચે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રીની વરણી સંવિધાનના કોઈ પણ પ્રાવધાનનું ઉલ્લંઘન કરતી નથી. આ આધાર પર અરજીને ફગાવી દેવામાં આવે છે. જનહિતની અરજી (PIL)માં કહેવામાં આવ્યું હતું કે સંવિધાનમાં પ્રાવધાન ન હોવા છતાં વિભિન્ન રાજ્ય સરકારોએ નાયબ મુખ્યમંત્રીઓની વરણી કરી છે. સંવિધાનના અનુચ્છેદ 164માં માત્ર મુખ્યમંત્રીઓની વરણીનું પ્રાવધાન છે. દેશભરના 14 રાજ્યોમાં આ સમયે 26 નાયબ મુખ્યમંત્રી છે. વકીલ મોહનલાલ શર્મા દ્વારા જનહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે નાયબ મુખ્યમંત્રીની વરણીનું રાજ્યના નાગરિકો સાથે કોઈ લેવું-દેવું નથી. ન તો કથિત નાયબ મુખ્યમંત્રીઓની વરણી થવા પર રાજ્યની જનતાનું કોઈ અતિરિક્ત કલ્યાણ થાય છે.
અરજીમાં શું કહેવામાં આવ્યું છે?
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રીની વરણથી જનતામાં મોટા પ્રમાણમાં ભ્રમ ઉત્પન્ન થાય છે. સાથે જ રાજકીય પાર્ટીઓ દ્વારા કાલ્પનિક પોર્ટફોલિયો બનાવીને ખોટા અને ગેરકાયદેસર ઉદાહરણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. કેમ કે નાયબ મુખ્યમંત્રીઓ બાબતે કોઈ પણ સ્વતબત્ર નિર્ણય નહીં લઈ શકે. જ્યારે તેમને મુખ્યમંત્રીઓ બરાબર દેખાડવામાં આવે છે. જો કે, સુપ્રીમ કોર્ટે તેને સાંભળ્યા બાદ અરજી ફગાવી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp