મદ્રાસ હાઇકોર્ટમાં ચાલી શું રહ્યું છે? ચીફ જસ્ટિસના પાવર પર SCએ ઉઠાવ્યા સવાલ

PC: government.economictimes.indiatimes.com

સુપ્રીમ કોર્ટે સોમવારે તામિલનાડુના શિક્ષણ મંત્રી પોનમૂડી અને તેમના પત્નીના ભ્રષ્ટાચાર કેસને લઈને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસના પાવર પર સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે આરોપી મંત્રીને એક વર્ષની અંદર છોડવામાં એક ટ્રાયલ જજની અસામાન્ય તત્પરતા પર કાયદેસરતાની તપાસ કરવાના મદ્રાસ હાઇ કોર્ટના જસ્ટિસ એન. આનંદ વેંકટેશના સ્વતઃ સંજ્ઞાનવાળા નિર્ણયનું દૃઢતાથી સમર્થન કર્યું છે. આ 20 વર્ષ જૂનો કેસ હતો. મદ્રાસ હાઇ કોર્ટના ચીફ જસ્ટિસે મંત્રીના કેસને બીજા ટ્રાયલ જજને ટ્રાન્સફર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભગવાનનો આભાર છે, આપણી પાસે હાઇકોર્ટમાં જસ્ટિસ આનંદ વેંકટેશ જેવા જજ છે. આખરે હાઇકોર્ટમાં શું થઈ રહ્યું છે? હાઇકોર્ટના જજ કયા પાવર હેઠળ કેસને એક ડિસ્ટ્રિક્ટ જજ પાસેથી બીજા ડિસ્ટ્રિક્ટ જજને ટ્રાન્સફર કરી શકે છે? સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો કે શું હાઈકોર્ટના જજ પાસે પ્રશાસનિક સ્તર પર એવો પાવર છે? એ માત્ર ન્યાયિક પક્ષ પર જ કરી શકાય છે. ત્યારબાદ ફરી ઉતાવળમાં સુનાવણી થાય છે અને આરોપી છૂટી જાય છે.

ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠે કહ્યું કે, વેંકટેશે યોગ્ય કાર્યવાહી કરી છે. તેમને કેસનો નિર્ણય કરવા દો. જસ્ટિસ વેંકટેશને એ અસામાન્ય ગતિનો આભાસ થઈ ગયો હતો, જેની સાથે વેલ્લોરના ટ્રાયલ જજે સુનાવણીને આગળ વધારી અને નિર્ણય સંભળાવ્યો. ટ્રાયલ જજને ગયા વર્ષે 12 જુલાઇએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસના એક અનિયમિત પ્રશાસનિક નિર્ણય પર 20 વર્ષ જૂના કેસને ટ્રાન્સફર કર્યો હતો.

આ વર્ષે 30 જૂનના રોજ તેમણે પોતાના રિટાયરમેન્ટથી બે દિવસ અગાઉ 226 પાનાંનો નિર્ણય સંભળાવ્યો. કેસમાં ગુનાહિત પ્રક્રિયા સંહિતાની કલમ 397 હેઠળ શક્તિનો ઉપયોગ કરતા તેમણે ટ્રાયલ કોર્ટના રેકોર્ડ મગાવ્યા અને સરકારી વકીલ, પોનમૂડી અને તેમના પત્નીને નોટિસ આપી. આદેશને પડકાર રિટાયર્ડ ટ્રાયલ જજ એન. વસથલીલાએ આપ્યો હતો. તેમણે સીનિયર એડવોકેટ એસ. મુરલીધર, જે હાલમાં જ ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ જસ્ટિસના રૂપમાં સેવાનિવૃત્ત થયા હતા, તેમના માધ્યમથી કહ્યું કે, તેમનું કરિયર રેકોર્ડ બેદાગ હતો અને હાઇકોર્ટના જજે તેમની નિંદા કરી હતી.

CJIની આગેવાનીવાળી પીઠે વસંતલીલાને રજિસ્ટ્રાર જનરલના માધ્યમથી હાઇ કોર્ટના જસ્ટિસને કેસને આગળ વધારવાની રીત પર પ્રતિનિધિત્વાત્મક સ્પષ્ટીકરણ આપવાની અનુમતિ આપી. તો આરોપી મંત્રી અને તેમની પત્નીના વકીલના વકીલે હાઇ કોર્ટના જજના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. આ કેસમાં તેમની સાથે DMK સરકારના વકીલ મુકુલ રોહતગી પણ સામેલ થયા, પરંતુ CJIના નેતૃત્વવાળી પીઠે જસ્ટિસ વેંકટેશના નિર્ણયનું દૃઢતાથી સમર્થન કર્યું. CJIએ કહ્યું કે, જજે માત્ર સરકારી વકીલ અને આરોપી વ્યક્તિઓને નોટિસ જાહેર કરી હતી. પીઠે કહ્યું કે, બધા હાઈકોર્ટના જજ સમક્ષ  નોટિસના જવાબમાં જે પણ સ્પષ્ટીકરણ આપી શકે છે. તેની સાથે જ કોર્ટે અરજી પર વિચાર કરવાથી ઇનકાર કરી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp