સદનમાં નોટ લઈને વોટ કે ભાષણ આપ્યું તો ચાલશે કેસ, SCએ કાયદાકીય છૂટનો કર્યો ઇનકાર

PC: hindustantimes.com

સુપ્રીમ કોર્ટે વૉટના બદલામાં નોટ કેસમાં એક મોટો ચૂકાદો આપ્યો છે. હવે જો સાંસદ પૈસા લઇને સદનમાં ભાષણ કે વોટ આપે છે તો તેમની વિરુદ્ધ કેસ ચલાવી શકાશે. એટલે કે હવે તેમને આ કેસમાં કાયદાકીય છૂટ નહીં મળે.સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે મોટો નિર્ણય સંભળાવતા ગત નિર્ણયને પલટી દીધો છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 1998ના નરસિંહા રાવના નિર્ણયને પલટી દીધો છે.

વર્ષ 1998માં 5 જજોની સંવિધાન પીઠે 3:2ના બહુમતથી નક્કી કર્યું હતું કે, આ મુદ્દાને લઈને જનપ્રતિનિધિઓ પર કેસ નહીં ચલાવી શકાય, પરંતુ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પલટવાના કારણે હવે સાંસદ કે ધારાસભ્ય સદનમાં મતદાન માટે લાંચ લેવાના કેસની કાર્યવાહીથી બચી નહીં શકે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે સહમતીથી આપેલા મહત્ત્વના નિર્ણયમાં કહ્યું છે કે વિધાયિકા કોઈ સભ્ય દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર કે લાંચ સાર્વજનિક જીવનમાં ઈમાનદારીને ખતમ કરી દે છે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે વિવાદના બધા પહેલુંઓ પર સ્વતંત્ર રૂપે નિર્ણય લીધો છે. શું સાંસદોને તેનાથી છૂટ મળવી જોઈએ? એ વાતથી અમે અસહમત છીએ અને બહુમતથી તેને ફગાવીએ છીએ. નરસિંહા રાવ કેસમાં બહુમતનો નિર્ણય, જેનાથી લાંચ લેવા માટે કાર્યવાહીથી છૂટ મળે છે. તે સાર્વજનિક જીવન પર મોટો પ્રભાવ નાખે છે. અનુચ્છેદ 105 હેઠળ લાંચને છૂટ આપવામાં આવી નથી કેમ કે, ગુનો કરનાર સભ્ય વોટ નાખવા સંબંધિત નથી.

તેમણા કહ્યું કે, નરસિંહા રાવના કેસની વ્યાખ્યા ભારતીય સંવિધાનના અનુચ્છેદ 105(2) અને 194 વિરુદ્ધ છે. એટલે અમે પી. નરસિંહા રાવ કેસમાં નિર્ણયને ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 5 સભ્યોની પીઠે આ કેસ સાથે જોડાયેલા મુદ્દાને વ્યાપક અને જનહિત સાથે જોડાયેલો માનતા 7 સભ્યોની પીઠને સોંપી દીધો હતો. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ મામલો રાજનીતિક સદાચાર સાથે જોડાયેલો છે. એમ પણ કહેવામાં આવ્યું હતું કે, સંસદ અને વિધાનસભાના સભ્યોને છૂટનું પ્રાવધાન એટલે આપવામાં આવ્યું છે જેથી તેઓ મુક્ત વાતાવરણ અને કોઈ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના દાયિત્વનું પાલન કરી શકે.

1998માં શું થયું હતું?

વર્ષ 1998માં 5 જજોની બેન્ચે 3-2ની બહુમતથી નિર્ણય આપ્યો હતો કે ભાષણ કે વોટ સાથે જોડાયેલા લાંટના કેસમાં સંસદ કે રાજ્યોની વિધાનસભાના સભ્યોને કાર્યવાહીથી છૂટ મળશે. એ દરમિયાન 105(2) અને 194(2)નો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp