ઇલેક્ટોરલ બોન્ડ પર તાત્કાલિક રોક, જાણો કોને પડશે સૌથી વધુ અસર

PC: twitter.com

સુપ્રીમ કોર્ટે ગુરુવારે મોટો ચુકાદો જાહેર કર્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં ઇલેક્ટોરલ બોન્ડ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સહિત 5 ન્યાયાધીશોની બેંચે આ ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ યોજના ગેરબંધારણીય છે અને તેને તાત્કાલિક બંધ કરવામાં આવે. સાથે કોર્ટે કહ્યું છે કે SBI 6 માર્ચ સુધીમાં 2019થી માંડીને અત્યાર સુધીનો કઇ પાર્ટીને કેટલું ફંડ મળ્યું અને કોણે આપ્યું તેનો હિસાબ જાહેર કરે. કાળા નાણાંને ડામવા માટે રાજકીય દાનની ગુપ્તતા પાછળનો તર્ક ખોટો છે અને માહિતી અધિકારનું ઉલ્લંઘન છે એમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે.

જો કે આની અસર નાની પાર્ટીઓ પર વધારે પડશે, કારણકે લોકસભાની ચૂંટણીમાં ખર્ચવા માટે તેમની પાસે ફંડ નહીં હોય. વર્ષ 20222-23માં ભારતીય જનતા પાર્ટીને 719 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp