શું કોંગ્રેસમાં થશે શરદ પવાર ગ્રુપની NCPનો વિલય? સુપ્રિયા સુલેએ કર્યું સ્પષ્ટ

PC: rediff.com

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે અટકળો લગાવવામાં આવી રહી છે કે શું શરદ પવારની NCPનું કોંગ્રેસમાં વિલય થશે? તેના પર શરદ પવારના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે, 'આ ખોટા સમાચાર છે.' તેની સાથે જ પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, NCPના વિલયના સમાચારોમાં કોઈ સત્ય નથી. અમે અલગ ચૂંટણી ચિહ્ન સાથે લડવાની તૈયારી કરી રહ્યા છે. આ મહાવિકાસ અઘાડી (MVA)માં NCP તરીકે લડીશું. તો સાંસદ અમોલ કોલ્હેએ કહ્યું કે, NCP શરદ પવાર ગ્રુપના કોંગ્રેસ પાર્ટીમાં વિલયને લઈને કોઈ ચર્ચા થઈ નથી.

ઉલ્લેખનીય છે કે, શરદ પવારે કોંગ્રેસમાંથી સસ્પેન્સન બાદ વર્ષ 1999માં પૂર્વ લોકસભા સ્પીકર દિવંગત પી. સંગમા અને તારીક અનવર સાથે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ની રચના કરી હતી. શરદ પવારની ઉપસ્થિતિમાં બુધવારે (14 ફેબ્રુઆરીએ) પૂણે સ્થિત તેમના આવાસ પર ધારાસભ્યો અને સાંસદોની બેઠક થઈ. આ બેઠકમાં રાજ્યની હાલની સ્થિતિ અને રાજ્યસભાની ચૂંટણી પર ચર્ચા થઈ. ગત દિવસોમાં શરદ પવાર ગ્રુપને મોટો ઝટકો લાગ્યો હતો.

ચૂંટણી પંચે 6 ફેબ્રુઆરીએ તેમના ભત્રીજા અજીત પવાર ગ્રુપને અસલી NCP કરાર આપી દીધો હતો. ચૂંટણી પંચે અજીત પવારના નેતૃત્વવાળા ગ્રુપને NCPનું ચૂંટણી ચિહ્ન ઘડિયાળ પણ ફાળવી દીધું હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે ગયા વર્ષે જુલાઈમાં NCPના ઘણા ધારાસભ્યો સાથે બળવો કરી દીધો હતો અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના સરકારમાં સામેલ થઈ ગયા હતા. ચૂંટણી પંચના નિર્ણયને શરદ પવારે 13 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે.

આ અગાઉ અજીત પવારે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી હતી કે શરદ પવાર જો અરજી દાખલ કરે છે તો તેમનો પણ પક્ષ સાંભળવામાં આવશે. શરદ પવાર સામે હવે સંગઠનને એકજૂથ રાખવા અને લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ સીટો જીતવાનો પડકાર છે. આ સમયે શરદ પવાર કોંગ્રેસ અને ઉદ્ધવ ગ્રુપની શિવસેના સાથે ગઠબંધનમાં છે. ત્રણેય પાર્ટીઓ વચ્ચે મહારાષ્ટ્રમાં સીટ શેરિંગને લઈને ઘણા ચરણની બેઠક પણ થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp