જ્વેલર્સને ત્યાં IT રેડ, 26 કરોડ રોકડા, ગણતા-ગણતા અધિકારીઓ ઠાક્યા, 90 કરોડ...

PC: ANI

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા વિભાગ ખૂબ જ સક્રિય બન્યું છે. હાલના સમયમાં જ IT વિભાગે નાંદેડમાં એક મોટો દરોડો પાડ્યો હતો અને 170 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ પછી નાસિક IT રેઈડમાં કાર્યવાહી કરતા કરોડોની રોકડ જપ્ત કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આવકવેરા વિભાગ (IT રેઇડ)એ નાસિકમાં એક જાણીતા બુલિયન બિઝનેસમેનની મિલકતો પર દરોડા પાડીને 26 કરોડ રૂપિયા રોકડા અને 90 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિના દસ્તાવેજો જપ્ત કર્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ દરોડા દરમિયાન આવકવેરા અધિકારીઓએ બંગલાના ફર્નિચરને તોડીને પણ રોકડ જપ્ત કરી હતી. આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી શહેરમાં સનસનાટી મચી ગઈ છે.

આવકવેરા વિભાગે સુરાણા જ્વેલર્સના પરિસરમાં દરોડા પાડ્યા છે. નાસિક, નાગપુર અને જલગાંવના IT વિભાગના અધિકારીઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. તેમની પાસેથી કુલ રૂ. 26 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જપ્ત કરાયેલી રકમની ગણતરી કરવામાં અધિકારીઓને 14 કલાકનો સમય લાગ્યો હતો. જપ્ત કરાયેલી રકમની ગણતરી માટે આવકવેરા વિભાગે અનેક ટીમોને બોલાવવી પડી હતી. આ ઓપરેશન સતત 30 કલાક સુધી ચાલ્યું.

50 થી 55 અધિકારીઓએ સુરાણા જ્વેલર્સની દુકાન તેમજ તેના રિયલ એસ્ટેટ બિઝનેસની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. જ્યારે, એક અલગ ટીમે રાકા કોલોની સ્થિત બુલિયન વેપારીના બંગલામાં પણ તપાસ કરી હતી. શહેરમાં વિવિધ સ્થળોએ જ્વેલર્સ સાથે સંકળાયેલી ઓફિસો, ખાનગી લોકર્સ અને બેંકોના લોકર્સની પણ તપાસ કરવામાં આવી હતી. મનમાડ અને નંદગાંવમાં વેપારીના પરિવારના સભ્યોના ઘરોની પણ તલાશી લેવામાં આવી હતી.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આવકવેરા વિભાગે અઘોષિત ટ્રાન્ઝેક્શન શોધવા માટે નાસિકમાં સુરાના જ્વેલર્સ પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન, અંદાજે રૂ. 26 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે અને રૂ. 90 કરોડની બિનહિસાબી મિલકત મળી આવી છે. નાસિક શહેરમાં એક બુલિયન વેપારી પાસે આટલી મોટી રકમની બિનહિસાબી મિલકત મળી આવતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આવકવેરા વિભાગની આ કાર્યવાહી આખા શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp