તારણહાર બન્યા સુષમા સ્વરાજ, વિદેશમાં ફસાયેલા ભારતીયોને આ રીતે ઉગાર્યા

PC: news18.com

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ભારતીયો માટે કોઈ તારણહારથી ઓછા નથી. વિદેશમાં રહેતા ભારતીયોને જ્યારે પણ પરેશાની થઈ છે ત્યારે ત્યારે સુષમા સ્વરાજે મદદ માટે હાથ લંબાવ્યો છે. સુષમા સ્વરાજનો જન્મ દિવસ 14 ફેબ્રુઆરી 1952મા અંબાલામાં થયો હતો. રાજનીતિમાં આવવા પહેલા તેઓ સુપ્રીમ કોર્ટમાં તેમણે એડવોકેટ તરીકે કામ કર્યું છે.

વર્ષ 2014માં ભાજપના સત્તામાં આવ્યા પછી સુષમા સ્વરાજને વિદેશ મંત્રીનું પદ સોંપવામાં આવ્યું. આ પદને સાંભળ્યા બાદથી જ જ્યારે પણ વિદેશમાં રહેતા કોઈ પણ ભારતીયને મદદની જરૂર પડી છે ત્યારે સુષમા સ્વરાજે દરેક શક્ય કોશિશ કરી છે. તેમણે ઘણીવાર વિદેશમાં ફસાયેલા ભારતીયોની સકુશળ ઘર વાપસી કરાવી છે.

યમનમાં જ્યારે હાઉથી વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે ઘર્ષણ ઉભું થયું તો હજારો ભારતીયો તેમાં ફસાયા હતા. વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે ઘર્ષણ લગાતાર વધતું જતું હતું અને સાઉદી અરબની સેના લગાતાર યમન પર હુમલો કરી રહી હતી આ દરમિયાન યમનમાં ફસાયેલા ભારતીયોએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પાસે મદદ માગી હતી.

યમનમાં ફસાયેલા ભારતીયો માટે સુષમા સ્વરાજે ઓપરેશન રાહત ચલાવ્યું અને આ ઓપરેશન દરમિયાન સાડા પાંચ હજારથી વધુ લોકોને તેમણે બચાવ્યા હતા. આ ઓપરેશન એટલું સફળ રહ્યું કે ભારત જ નહીં યમનમાં ફસાયેલા 41 દેશના નાગરિકોને આ ઓપરેશન મારફતે સુરક્ષિત બચાવી શકાયા. જેમાંથી 4640 ભારતીયો હતા.

આ જ પ્રકારે દક્ષિણ સૂડાનમાં સિવિલ વોરમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત ભારત પરત લાવવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ઓપરેશન સંકટમોચનની શરૂઆત કરી હતી. આ ઓપરેશન અંતર્ગત દક્ષિણ સૂડાનમાં ફસાયેલા 150થી વધુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢી શકાયા હતા. તેમાંથી 56 લોકો કેરળના હતા.

લીબિયામાં સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે ચાલેલા યુદ્ધમાં ઘણા ભારતીયો ત્યાં ફસાઈ ગયા હતા. લીબિયાથી ભારતીયોને સુરક્ષિત ભારત લાવવા માટે તૈયારીઓ ઝડપી કરવામાં આવી અને 29 ભારતીયોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા. જોકે આ દરમિયાન એક ભારતીય નર્સ અને તેના પુત્રનું મૃત્યુ થયું હતું.
સુષમા સ્વરાજનની કોશિશો પછી 15 વર્ષ પહેલા ભૂલથી બોર્ડર પાર પાકિસ્તાન પહોંચી ગયેલી 8 વર્ષની ગીતાને ભારત લાવી શકાઈ હતી. ગીતા જ્યારે ભારત પરત ફરી ત્યારે તેની ઉંમર 23 વર્ષ થઈ ચૂકી હતી. ગીતા ભારત આવ્યા બાદ સૌથી પહેલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજને મળી હતી.

આવું જ કોલકાતાની જૂડીથ ડિસૂઝા કેસમાં પણ થયું. જૂડીથને 9 જૂને કાબુલથી કિડનેપ કરી લેવામાં આવ્યો હતો. સુષમા સ્વરાજની કોશિશો પછી અફઘાનિસ્તાનના અધિકારીઓએ જૂડીથને છોડાવવાની કામગીરી ઝડપી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp