રામ મંદિરને લઇને રાજકારણ તેજ, હવે એક નેતાએ તો પ્રાણપ્રતિષ્ઠા પર જ સવાલ ઉઠાવ્યા

PC: timesnownews.com

આ વખત દીપોત્સવ બાદ નવા વર્ષના આગમન સાથે જ અયોધ્યા જ નહીં દુનિયાભરના સનાતની સેલિબ્રેશન મનાવવાના છે. ઉત્તરાયણ બાદ જાન્યુઆરી 2024માં દીપમાળા સજાવવાની છે. ભવ્ય રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે, લોકોમાં ઉત્સાહ પણ વધવા લાગ્યો છે. આ દરમિયાન પોતાની વિવાદિત ટિપ્પણીઓથી ચર્ચામાં રહેનારા સમાજવાદી પાર્ટી (SP) નેતા સ્વામી પ્રસાદ મૌર્ય ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે.

સ્વામી પ્રસાદ મૌર્યે અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને છળ બતાવ્યો. રાષ્ટ્રીય બૌદ્ધ ઉત્સવના એક કાર્યક્રમમાં રામાયણની એક ચોપાઈ વાંચીને સ્વામી પ્રસાદ મૌર્યએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે ફરી એક વખત તેમને ચર્ચામાં લાવી દીધા છે. તેમણે કહ્યું કે, સરકાર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો ઢોંગ કરીને યુવાઓ અને દેશના લોકોને ઠગવાનું કામ કરી રહી છે. આ મામલે હનુમાનગઢીના મહંત રાજૂ દાસે કહ્યું કે તેમનું પ્રાણ પ્રતિષ્ઠાને છળ કહેવું બતાવે છે કે તેઓ શુદ્ધ રૂપે પાગલ વ્યક્તિ છે. મોડું કર્યા વિના સ્વામી પ્રસાદ મૌર્યને પાગલખાનામાં ભરતી કરી દેવા જોઈએ. મને લાગે છે કે, ભૂલથી જે વ્યક્તિએ સનાતનમાં જન્મ લઈ લીધો, તેમનો જન્મ તો ઇસ્લામમાં થવો જોઈતો હતો.

સ્વામી પ્રસાદ મૌર્ય જે પ્રકારે સતત સનાતન ધર્મને નીચો બતાવે છે મને લાગે છે કે અખિલેશ યાદવજીએ તેના પર ધ્યાન આપવું જોઈએ. સ્વામી પ્રસાદ મૌર્યને સખતમાં સખત સજા મળવી જોઈએ. આ વ્યક્તિ રોજ ઝેર ઓકે છે. એક દિવસની વાત નથી, રોજ સનાતનને ગાળો આપે છે. હનુમાનગઢીના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે, વાસ્તવિકતા એ છે કે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા પર પરમાત્માનો વાસ થઈ જાય છે. ભગવાન સ્વયં તેમાં વિરાજમાન થઈ જાય છે, પરંતુ એવા રાક્ષસી લોકોને છળ લાગે છે. હું પંડિતોને કહીશ કે મોર્યનું નામ લઈને વિનાશવાળો મંત્ર વાંચી દે.

શ્રીરામ  દાસ મંદિરના મહંત અંગદ દાસ અને શ્રીરામ જાનકી મંદિરના મહંત ત્રિભુવન દાસે સ્વામી પ્રસાદ મૌર્ય પર એવી જ ટિપ્પણી કરી. ત્રિભુવન દાસે કહ્યું કે, સ્વામી પ્રસાદ મૌર્ય ચર્ચામાં બન્યા રહેવા માટે એવી નિવેદનબાજી કરી રહ્યા છે. 25 વર્ષ સુધી અખિલેશની સરકાર આવવાની નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp