પોલીસે 8 કિમી સુધી પીછો કરીને 20 લાખની લાંચ લેનાર EDના અધિકારીની કરી ધરપકડ
સરકારી કર્મચારી પાસે 20 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ જાણકારી સતર્કતા અને ભ્રષ્ટાચાર નિવારણ નિર્દેશાલય (DVAC)એ આપી છે. ED અધિકારીની ધરપકડ ખૂબ જ નાટકીય અંદાજમાં કરવામાં આવી. તામિલનાડુ પોલીસે તેને રંગે હાથ પકડવા માટે કારથી 8 કિલોમીટર સુધી પીછો કર્યો. ડિંડિગુલથી કસ્ટડીમાં લીધા બાદ DVAC અધિકારીઓની એક ટીમે મદુરાઇમાં ઉપ-ક્ષેત્ર ED કાર્યાલયમાં તપાસ કરી.
આ દરમિયાન રાજ્ય પોલીસકર્મી કેન્દ્ર સરકારના કાર્યાલય બહાર તૈનાત હતા. DVACની સત્તાવાર જાહેરાતમાં ધરપકડ કરાયેલા અધિકારીની ઓળખ અંકિત તિવારીના રૂપમાં કરવામાં આવી છે, જે કેન્દ્ર સરકારના મદુરાઇ ED કાર્યાલયમાં ઇનફોર્સમેન્ટ અધિકારીના રૂપમાં ફરજ બજાવે છે. DVACના અધિકારીઓ મુજબ, અંકિત તિવારીએ EDના અધિકારીઓ સાથે પોતાની એક ટીમ બનાવી હતી. એ લોકોને ધમકાવતો હતો અને તેમની પાસે લાંચ લેતો હતો. તિવારી શંકાસ્પદ આરોપીઓને એ વાતનું આશ્વાસન પણ આપતો હતો કે EDમાં તેમની વિરુદ્ધ કેસ બંધ કરાવી દેશે.
રિપોર્ટ મુજબ, મદુરાઇમાં કેન્દ્રીય એજન્સીના કાર્યાલયમાં તપાસના સિલસિલામાં DVAC અધિકારી પહોંચ્યા. આ દરમિયાન ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP)ના જવાનોને અધિકારીઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. DVAC અધિકારીઓએ આરોપી અંકિત રિવારીની ડિંડિગુલમાં 20 લાખ રૂપિયાની રોકડ સાથે પકડ્યો. અધિકારી પર સતત નજર રાખવામાં આવી રાહ હતી, જેથી તેને લાંચ લેતા પકડી શકાય.
કોણ છે અંકિત તિવારી?
અંકિત તિવારી વર્ષ 2016 બેચનો અધિકારી છે. આ અગાઉ તે ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ કામ કરી ચૂક્યો છે. DVAC ચેન્નાઈ તરફથી જાહેર કરવામાં આવેલી સત્તાવાર રીલિઝ મુજબ, તિવારી કેન્દ્ર સરકારની મદુરાઇ ED કાર્યાલયમાં એક ઇન્ફોર્સમેન્ટ અધિકારીના રૂપમાં કાર્યરત છે. ઓકરોબારમાં તિવારીએ ડિંડિગુલના એક સરકારી ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. ED અધિકારી એ જિલ્લામાં તેમની વિરુદ્ધ નોંધાયેલા વિજિલેન્સ કેસ બાબતે જણાવ્યું, જેના પર પહેલા કાર્યવાહી થઈ ગઈ હતી. તિવારીએ ડૉક્ટરને કહ્યું કે, તેમની વિરુદ્ધ તપાસને લઈને PMO તરફથી નિર્દેશ મળ્યા છે. અધિકારી તેને 30 ઓક્ટોબરે મદુરાઇ સ્થિત ED ઓફિસમાં ઉપસ્થિત થવા કહ્યું.
ડૉક્ટર જ્યારે મદુરાઇ ઓફિસ પહોંચ્યા તો તેમની પાસે લાંચ માગવામાં આવી. ED અધિકારીએ કહ્યું કે, જો તેઓ 3 કરોડ આપશે તો તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી રોકી શકાય છે. મેં પોતાના સીનિયર અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમના કહેવા પર હું 51 લાખ રૂપિયાની લાંચ લેવા તૈયાર છું. ડૉક્ટરે જણાવ્યું કે, 1 નવેમ્બરે લાંચનો પહેલા હપ્તા તરીકે તેને 20 લાખ રૂપિયા આપ્યા. ત્યારબાદ તેમને ઘણી વખત વૉટ્સએપ ફોન કોલ્સ અને મેસેજ કર્યા, જેમાં કહ્યું કે જો પૂરા પૈસા ન આપ્યા તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp