તામિલનાડુના વીજળી મંત્રીની EDએ ધરપકડ કરી, બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

PC: thelallantop.com

તમિલનાડુના વિજળી મંત્રી અને DMK નેતા વી. સેંથિલ બાલાજીના સ્થળો પર 13 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરીંગના કનેકશન મામલે દરોડા પાડ્યા હતા. મોડી રાતે EDના અધિકારીઓએ મંત્રી વી. સેશિંલ બાલાજીની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ થતાની સાથે જ મંત્રી સેંથિલ બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા. તેમણે આરોગ્યની ફરિયાદ કરતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંત્રીની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઇ જતા સમર્થકોનો હોસ્પિટલ બહાર જમાવડો થઇ ગયો હતો અને તેમણે હોસ્પિટલ બહાર પ્રદર્શન કર્યું હતું. વિપક્ષોએ પણ કેન્દ્ર સરકાર સામે નિશાન સાધ્યું છે.

ચેન્નાઈમાં સેંથિલના ઘર ઉપરાંત તેના પૈતૃક નિવાસ કરુર પર પણ આ ED દ્રારા દરોડા પાડવામાં આવ્યા હતા. સેંથિલની ધરપકડને ગેરબંધારણીય ગણાવતા DMKએ કાયદાકીય લડાઈ લડવાની વાત કરી છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા DMKએ કહ્યું છે કે તેમની પાર્ટી ડરાવવાની રાજનીતિથી ડરવાની નથી.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ટ્વીટ કરીને કહ્યું કે, મંત્રી સેંથિલ બાલાજીની ઓફિસ પર ED દ્વારા પાડવામાં આવેલ દરોડા સંઘીય સિદ્ધાંત પર સીધો હુમલો છે. તેના રાજકીય વિરોધીઓ સામે ભાજપની બેકડોર રણનીતિના તેમને યોગ્ય પરિણામ નહીં મળે. ભાજપે ટૂંક સમયમાં પરિણામ ભોગવવા પડશે. ભાજપની બદલાની રાજનીતિની નાનકડી હરકતો જોઈ રહેલા લોકોનું મૌન ઓછું આંકવું જોઈએ નહીં. આ 2024ના વાવાઝોડા પહેલાની શાંતિ છે જે ભાજપનો સફાયો કરી નાખશે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, “ભાજપ અને કેન્દ્ર સરકાર રાજકીય દુશ્મનાવટ માટે DMK વિરુદ્ધ EDનો ઉપયોગ કરી રહી છે. હું આની સખત નિંદા કરું છું. કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ ચાલુ છે. તમિલનાડુ સરકારના વીજળી અને આબકારી મંત્રી સામે EDની કાર્યવાહી અસ્વીકાર્ય છે. ભાજપ તરફથી આ ઘૃણાસ્પદ કૃત્ય છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે, BJP દ્રારા વિપક્ષને પરેશાન કરવા અને ડરાવવા માટે કેન્દ્રીય એજન્સીનો દુરપયોગ બેરોકટોક ચાલી રહ્યો છે. તમિલનાડુના  વિજળી મંત્રી સેંથિલ બાલાજીની ધરપકડની કડી નિંદા કરુ છું. રાજકીય બદલાની ભાવનાથી અંધ બનેલી ભાજપ લોકતંત્રને મોટુ નુકશાન પહોંચાડી રહી છે.

આ ઉપરાંત કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને CPM નેતા સીતારામ યેચુરીએ પણ સેંશિલ બાલાજીસામે થયેલી કાર્યવાહીનો વિરોધ કરીને કેન્દ્ર સરકાર સામે પ્રહાર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp