ચા વેચનારે સતત 3 વખત ક્રેક કરી UPSCની પરીક્ષા, પહેલા IRTS પછી IPS અને અંતે...

PC: odishatv.in

‘મહેનતનુ ફળ મીઠું હોય છે’ આ કહેવત તો તમે સાંભળી જ હશે, કંઇક આ જ પ્રકારનું ઉદાહરણ રજૂ કર્યું છે ઉત્તરાખંડના રહેવાસી IAS અધિકારી હિમાંશુ ગુપ્તાએ, જે ખૂબ ગરીબી અને મુશ્કેલીઓનો સામનો કરવા છતા પોતાના લક્ષ્યથી પાછળ ન હટ્યા અને દેશની સૌથી મુશ્કેલ UPSC સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી નાખી. હિમાંશુ એ બધા ઉમેદવારો માટે પ્રેરણાના સ્ત્રોત છે, જે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ પણ UPSC કે કોઇ અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે.

ઉત્તરાખડના સિતારગંજ જિલ્લાના રહેવાસી હિમાંશુ ગુપ્તા બાળપણથી જ ભણવામાં હોશિયાર હતા. જો કે, તેમના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે બાળપણ અન્ય બાળકોથી ખૂબ અલગ રીતે વીત્યું. તેમને બાળપણમાં ખૂબ નાની નાની વસ્તુઓ મેળવવા માટે લાંબી રાહ જોવી પડતી હતી. પોતાના ઘરની ખરાબ આર્થિક સ્થિતિને જોતા હિમાંશુ ગુપ્તાના પિતાએ એક ચાની દુકાન ખોલી, જેના માધ્યમથી તેઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. હિમાંશુ પણ શાળાએથી આવ્યા બાદ પોતાના પિતાની દુકાન પર જઇને મદદ કરતા હતા.

બાળપણમાં હિમાંશુને માત્ર બેઝિક ઇંગ્લિશ શીખવા માટે રોજ 70 કિમીની મુસાફરી કરવી પડતી હતી. હિમાંશુ પોતાની શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ દિલ્હી જતા રહ્યા. ત્યાં જઇને તેમણે દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કૉલેજમાં એડમિશન લીધું. જો કે, હિમાંશુ પાસે કૉલેજની ફીસ ભરવાના પૈસા નહોતા તો તેના માટે તેમણે બાળકોને ટ્યૂશન આપવાનું શરૂ કર્યું. એ સિવાય તેઓ બ્લોગ પણ લખતા હતા.

કૉલેજ દરમિયન જ હિમાંશુએ ખૂબ જ ગરીબીની સિવિલ સેવા પરીક્ષા આપવાનું મન બનાવી લીધું અને પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા. હિમાંશુએ સતત 3 વખત UPSCની સિવિલ સેવા પરીક્ષા પાસ કરી હતી. પોતાના પહેલા પ્રયાસમાં તેમણે સિવિલ સેવા પરીક્ષા ક્વાલિફાઇ કરી લીધી હતી, પરંતુ તેમનું સિલેક્શન માત્ર IRTS પદ માટે થઇ શક્યું હતું. ત્યારબાદ પણ તેમણે પોતાની તૈયારી ચાલુ રાખી અને 2019માં પોતાના બીજા પ્રયાસમાં તેઓ IPS બન્યા.

હિમાંશુનું સપનું હતું કે તેઓ મોટા થઇને IAS અધિકારી બને. એટલે તેમણે IPS માટે સિલેક્ટ થવા છતા ફરી એક UPSCનું એટેમ્પટ આપવાનું મન બનાવ્યું. આ વખત તેમણે UPSCની પરીક્ષા પાસ કરવા માટે સખત મહેનત કરી, જેના પરિણામ સ્વરૂપ તેમનું સિલેક્શન IASમાં થઇ ગયું. હિમાંશુના IAS બનવા પાછળ સૌથી મોટું કારણ ક્યારેય હાર ન માનવાની આદત હતી, જેના કારણે તેમણે એટલી પરેશાનીઓ ઉઠાવવા છતા UPSCની પરીક્ષા પાસ કરીને એક ઉદાહરણ કાયમ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp