મને તને મળવું છે, પરંતુ બધા રસ્તા બંધ છે, ગબ્બરની પુત્રની વર્ષગાંઠે ઇમોશનલ પોસ્ટ
કોઇ પણ પિતાને તેમના સંતાનો ખુબ જ વહાલા હોય છે, છુટાછેડા પછી પણ એક પિતા પુત્ર માટે વલખા મારતા હોય છે, આવી જ કઇંક હાલત ટીમ ઇન્ડિયાના ધૂંઆધાર બેસ્ટન તરીકે જાણીતા શિખર ધવનની થઇ રહી છે. પોતાના પુત્રને મળવું છે, પરંતુ મળી શકાતું નથી.
ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટર અને ગબ્બરના નામથી જાણીતા શિખર ધવને પોતાના પુત્ર માટે એક ઇમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે જબરદસ્ત વાયરલ થઇ રહી છે. ગબ્બરના ચાહકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.
શિખર ધવને સોશિયલ મીડિયા પર જે પોસ્ટ શેર કરી છે તેમાં ધવને પુત્રને ન મળી શકવાને કારણે પોતેને જે લાગણી થઇ રહી છે વિશે વાત કરી છે. શિખરે પોતાની પોસ્ટમાં પોતાના પુત્રને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી છે.
શિખર ધવને પોતાની ઇમોશનલ પોસ્ટમા લખ્યું કે, તને રૂબરૂમાં જોયાને લગભગ 1 વર્ષ થઇ ગયું છે અને હવે છેલ્લાં 3 મહિનાથી મને દરેક જગ્યાએથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. એટલા માટે, મારા પુત્ર તને જન્મદિવસની શુભકામના આપવા માટે એ જ તસ્વીર શેર કરી રહ્યો છું. ભલે હું તારી સાથે સીધી રીતે નથી જોડાઇ શકતો, પરતુ વિચારોથી તો તારી સાથે હમેંશા જોડાયેલો જ છું.
ગબ્બરે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, મને તારા પર ગર્વ છે અને હું એ પણ જાણું છું કે તું ઘણું સારું કરી રહ્યો છે, સાથે આગળ પણ વધી રહ્યો છે. પપ્પા તને હમેંશા યાદ કરે છે અને તને પ્રેમ કરે છે. ધવને કહ્યું કે, પપ્પા હમેંશા સકારાત્મક રહ્યા છે અને સ્મિત સાથે એ સમયની રાહ જોઇ રહ્યા છે જ્યારે ભગવાનની મહેરબાનીથી તારી સાથે રૂબરૂ મુલાકાત થાય.
શિખરે લખ્યુ કે, તોફાની બનજે પરંતુ વિનાશકારી નહી, વિનમ્ર, દયાળુ, ધીરજવાન અને મજબુત બનજે. ધવને આગળ લખ્યુ કે, તને હું નથી જોઇ શકતો છતા, હું દરરોજ તારા માટે મેસેજ લખું છું, તારી ભલાઇ અને તારા રોજબરોજના જીવન વિશે પુછું છું, એ પણ જાણકારી આપુ છું કે હું શું કરી રહ્યો છુ અને મારા જીવનમાં નવું શું થઇ રહ્યું છે. હું તને ખુબ પ્રેમ કરુ છું, I Love You.
ટીમ ઇન્ડિયાના ગબ્બરે વર્ષ 2012માં આયશા મુખર્જિ સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક સંતાન છે, જેનું નામ જોરાવર છે. જોરાવરનો જન્મ ડિસેમ્બર 2014માં થયો હતો. જો કે શિખર અને આયશાના જીવમાં ભંગાણ પડ્યું અને 4 ઓક્ટોબરે ફેમિલી કોર્ટે બંનેના છુટાછેડા મંજૂર કરી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp