'ક્રિકેટ દાદી' તરીકે ઓળખાતા ભારતીય ટીમના સુપરફેન ચારુલતા પટેલનું નિધન

PC: google.com

ICC વર્લ્ડ કપ 2019 દરમિયાન ચર્ચામાં આવેલા ચારુલતા પટેલનું નિધન થઈ ગયું છે. ક્રિકેટ દાદી તરીકે ફેમસ બની ગયેલા  87 વર્ષીય ચારુલતા પટેલ ઇન્ડિયન ક્રિકેટ ટીમના મોટા ફેન હતા. તેઓ ઇંગ્લેન્ડમાં થયેલા વર્લ્ડ કપ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા, જ્યાં તેઓ સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. એટલું જ નહીં ચારુલતા પટેલ સાથે ત્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ મુલાકાત કરી હતી. 13 જાન્યુઆરીના રોજ ચારુલતા પટેલનું નિધન થઇ ગયું હતું. વર્લ્ડ કપમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચ બાદ સોશિયલ મીડિયા પર ચારુલતા પટેલ વાયરલ થઇ ગયા હતા.

ટીમ ઇન્ડિયાએ એ મેચમાં બાંગ્લાદેશને 28 રનથી માત આપીને ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિજય પછી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી બર્મિંઘહામની એજેબેસ્ટન સ્ટેડિયમમાં ભારતને ટેકો આપવા માટે આવેલા 87 વર્ષના વૃદ્ધ મહિલા પ્રશંસક ચારુલતા પટેલને મળ્યો હતો.

Image result for charulata patel

વિરાટ જ નહીં બાંગ્લાદેશ ટીમ સામે 'મેન ઓફ ધ મેચ' જાહેર થયેલો સ્ટાર ઓપનર રોહિત શર્મા પણ આ વૃદ્ધ મહિલા પ્રશંસકને મળ્યો હતો.

ક્રિકેટ વર્લ્ડ કપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, એક વિશેષ ફેન સાથે વિજયની ઉજવણી કરતા મેન ઓફ ધી મેચ રોહિત શર્મા.'

Image result for charulata patel

ચારૂલતા પટેલે વિરાટ કોહલી અને રોહિત શર્માને પોતાના આશીર્વાદ આપ્યા. વિજેતા પછી વિરાટ કોહલીએ આ વૃદ્ધ મહિલા પ્રશંસક સાથે વાતચીત પણ કરી હતી.

વિજેતા બન્યા પછી 87 વર્ષનાં ચારુુલતા પટેલ દ્વારા વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેને ચુંબન કર્યું. ટીમ ઇન્ડિયાના આ ખાસ ફેન વ્હીલ ચેર પર ટીમ ઇન્ડિયાને ટેકો આપવા માટે બર્મિંઘહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારતીય ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp