આરોગ્ય મંત્રી તેજસ્વી યાદવ રાતે 1 વાગે હોસ્પિટલ પહોંચી ગયા, જે જોયું તે જોઇને..
તમને અનિલ કપુરની ‘નાયક’ ફિલ્મ યાદ છે? આ ફિલ્મમાં અનિલ કપુરને એક દિવસના મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ મળે છે અને તે ધડાધડ લોકોના હિતમાં નિર્ણયો લે છે. આવું જ કઇંક બિહારમાં જોવા મળ્યું છે. બિહારના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તેજસ્વી યાદવ મંગળવારે બિહારના વૈશાલીના હાજીપુરમાં આવેલી એક હોસ્પિટલમાં મોડી રાત્રે 1વાગ્યે કોઇને પણ જાણ વગર પહોંચી ગયા હતા અને ત્યાં જઇને જે જોયું તે જોઇને તેજસ્વી એવા ગુસ્સે ભરાયા કે ઓન ધ સ્પોટ એકશન લઇ લીધા હતા.
બિહારના આરોગ્ય મંત્રી તેજસ્વી યાદવ મંગળવારે હાજીપુર હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યા તેમણે લગભગ 20 મિનિટ સુધી સરપ્રાઇઝ ઇન્સ્પેકશન કર્યુ હતું. આ દરમિયાન હોસ્પિટલમાં ભારે લાપરવાહી જોવા મળી હતી. હોસ્પિટલના ગાર્ડ્સ મીઠી નિંદર માણી રહ્યા હતા, હોસ્પિટલમાં કોઇ વરિષ્ઠ ડોકટરો નહોતા. આ બધું જોઇને આરોગ્ય મંત્રી એટલા ગુસ્સે ભરાયા અને તેમણે ડેપ્યુટી સિવિલ સર્જન હરિપ્રસાદને બોલાવીને તતડાવ્યા હતા.
તેજસ્વી યાદવ હોસ્પિટલના નવા ભવનના નિરિક્ષણ માટે ગયા હતા. આ સાથે તેમણે હોસ્પિટલના ઇમરજન્સી,OPD અને ગાર્ડ રૂમનું પણ નિરિક્ષણ કર્યું હતું. હોસ્પિટલમાં ગાર્ડસ સુતેલા હતા તે જોઇને તેજસ્વી યાદવે ડેપ્યુટી સિવિલ સર્જન હરિપ્રસાદને પહેલા તતડાવ્યા હતા અને સુરક્ષા એજન્સીને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવાનો આદેશ આપી દીધો હતો.આરોગ્ય મંત્રીએ ડોકટરોની ગેરહાજરી પર હરિપ્રસાદને જવાબદાર ગણ્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, અહીં હોસ્પિટલમાં હું વાસ્તવિકતા તપાસવા આવ્યો હતો. જે ફંડ ફાળવવામાં આવે છે તેનો યોગ્ય ઉપયોગ થઇ રહ્યો છે કે નહીં તે જોવા માટે આવ્યો હતો. આવી રીતે નિરક્ષણ કરવુ જરૂરી છે તો જ વાસ્તવિકતા ખબર પડી શકે.
તેજસ્વી યાદવે કહ્યું કે પટનામાં દર્દીઓનો ભાર ઘણો વધારે છે. તેને રોકવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. દર્દીઓને હોસ્પિટલમાંથી સારવાર આપવામાં આવતી નથી અને તેમને પટના રિફર કરવામાં આવે છે. આ અંગે જણાવવામાં આવ્યું હતું કે આ લોકો સારવાર કરતા નથી પરંતુ તેમને રેફર કરે છે. અમે જે લોકો માટે કામ કરીએ છીએ અને પૈસા ખર્ચીએ છીએ. બરાબર પહોંચે છે કે નહીં તેની તપાસ કરવા હાજીપુર પહોંચ્યો હતો અમે આ અગાઉ સોનપુરની હોસ્પિટલમાં પણ જોયું છે. જે પણ ખામીઓ છે, અમે તેને શોધવામાં અને તેને દૂર કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp