શું છે CNAP સુવિધા? જેને શરૂ થવાથી ફોનની સ્ક્રીન પર આવશે કોલરનું નામ અને નંબર

PC: indiatoday.in

એ દિવસ દૂર નથી, જ્યારે તમારા ફોન પર કોઈનો કોલ આવવા પર નંબર સાથે નામ પણ દેખાશે. જી હા, ટેલિકોમ રેગ્યૂલર TRAIએ ટેલિકોમ્યુનિકેશન નેટવર્કમાં કોલ કરનારા વ્યક્તિનું નામ મોબાઇલની સ્ક્રીન પર શૉ કરનારી સર્વિસ સર્વિસ શરૂ કરવાની ભલામણ કરી છે. TRAI તરફથી કહેવામાં આવ્યું છે કે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) સર્વિસ હેઠળ મોબાઇલની સ્ક્રીન પર કોલ કરનારાનું નામ શૉ કરવાની સિસ્ટમ શરૂ કરવામાં આવે, જો કે, આ સુવિધા કસ્ટમરની રિક્વેસ્ટના આધાર પર જ ટેલિકોમ કંપનીઓ ઉપલબ્ધ કરાવશે.

કોલરનું નામ શૉ થવા પર અજાણ્યા કોલથી છુટકારો મેળવવામાં મદદ મળશે. CNAP સુવિધા ચાલુ થવા પર કસ્ટમર પોતાના મોબાઇલની સ્ક્રીન કોલરની નામ દેખાઈ જશે. TRAIએ એમ પણ કહ્યું કે, સરકારે એક તારીખ જાહેર કરી દેવી જોઈએ. ત્યારબાદ દેશમાં વેચનારા મોબાઇલમાં CNAPની સુવિધા આપવા માટે ટેલિકોમ કંપનીઓને કહેવું જોઈએ. મોબાઈલ કનેક્શન લેતી વખત ભારત કસ્ટમર એપ્લિકેશન ફોર્મ (CAF)માં આપવામાં આવેલા નામ અને આઇડેન્ટિટી પ્રૂફનો ઉપયોગ CNAP સર્વિસ દરમિયાન કરી શકે છે.

અત્યારે ઘણા સ્માર્ટફોન ટૂલ, ટ્રૂકોલર અને ભારત કોલર જેવી એપ કોલ કરનારની ઓળખ સ્પેમને આઇડેન્ટિફાઈ કરવાની સુવિધા આપે છે, પરંતુ એ બધી સર્વિસ લોકો સાથે જોડાયેલા આંકડાઓ પર આધારિત છે. તેને અત્યારે પણ વિશ્વસનીય માનવામાં આવતી નથી TRAI તરફથી સૂચન આપવામાં આવ્યું છે કે બધા એક્સેસ પ્રોવાઇડર પોતાના ટેલિફોન કસ્ટમરને તેમના અનુરોધ પર CNAP સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવે. TRAIએ નવેમ્બર 2022માં આ સંબંધમાં એક કન્સલ્ટેશન લેટર જાહેર કરીને તેના પર સૂચન માગ્યુ હતું.

શું છે CNAP?

CNAP એક નવી ટેક્નોલજી છે. જે કોલ કરનારના નંબર સાથે નામ પણ પણ તમારા ફોનની સ્ક્રીન પર દેખાડશે. અત્યારે ફોન આવવા પર તમને માત્ર નંબર દેખાય છે, પરંતુ CNAP સાથે તમે એ પણ જોઈ સાથે તમે એ પણ જોઈ શકશો કે ફોન કોણે કર્યો છે જેમ તમારા મિત્રનું નામ કે કોઈ કંપનીનું નામ વગેરે. રજીસ્ટ્રેશન નામના આધાર પર આ સુવિધા કામ કરશે. કેટલીક જગ્યાઓ પર તમારા ફોન સાથે તમારું નામ પોતે જ રજીસ્ટર થઈ જાય છે. તો કેટલીક જગ્યાઓ પર તમારે પોતે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. એ સિવાય CNAP ડેટા તમારા કનેક્શન લેતી વખત આપવામાં આવેલા ડેટાના આધાર પર કામ કરશે. તેની જાણકારીના આધાર પર જ્યારે તમે કોઈને કોલ કરશો તો સમેવાળી સ્ક્રીન પર તમારું નામ અને નંબર બંને શૉ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp