'કોંગ્રેસ એટલી વ્યસ્ત છે કે..', કેમ ગુસ્સે થયા સંજય રાઉત? INDIA ગઠબંધનમાં ખેચતાણ

PC: facebook.com/sanjayraut.official

ખૂબ જ જલદી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને મહાયુતિનો સામનો કરવા માટે મહાવિકાસ અઘાડી (MVA) સીટ શેરિંગના મુદ્દા પર ઝઝૂમી રહ્યું છે. બુધવારે શિવસેના (UBT)ના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે સીટ શેરિંગમાં વિલંબ થવા પર કોંગ્રેસના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. સંજય રાઉતના નિવેદનથી INDIA ગઠબંધન (MVA)માં બધુ બરાબર ન હોવાના સમાચારો મળ્યા છે. સંજય રાઉતનું કહેવું હતું કે કોંગ્રેસ પાર્ટી આજકાલ ખૂબ વ્યસ્ત છે. કોંગ્રેસના નેતા એટલા વ્યસ્ત છે કે 10-10 દિવસ સુધી સમય આપી શકતા નથી. તારીખ પર તારીખ આપી રહ્યા છે. એ લોકો વ્યસ્ત છે છતા અમે તેમને બોલાવ્યા છે કે હવે આ મામલાનો ઉકેલ આવવો જોઈએ અને આગામી દિવસે અમે લોકો બેસીને વાત કરીશું.

સંજય રાઉતનું કહેવું હતું કે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કોંગ્રેસ અને NCP (શરદ પવાર) સહિત અન્ય સહયોગી દળો સાથે મુંબઇમાં બેઠક થશે અને સીટ ફાળવણી સાથે જોડાયેલા મુદ્દાનો ઉકેલ લાવવામાં આવશે. ત્રણેય પાર્ટીઓના નેતા બુધવારથી શુક્રવાર સુધી સીટ  ફાળવણી પર વાતચીત કરશે. તેમણે કહ્યું કે, મુંબઈ પર વાતચીત લગભગ પૂરી થઈ ચૂકી છે, પરંતુ ક્ષેત્રવાર ચર્ચાની જરૂરિયાત છે કેમ કે મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય છે. શિવસેના (UBT) મુંબઈની 36માંથી 20-22 સીટો પર નજર છે. જો કે, મુંબઇમાં કોંગ્રેસ અને શિવસેનાનો પણ રાજકીય આધાર રહ્યો છે. એવામાં કોંગ્રેસ પણ વધુમાં વધુ સીટો પર ચૂંટણી લડવા માગે છે.

શરદ પવારની પાર્ટી પણ મુંબઇમાં ઉપસ્થિતિ ઈચ્છે છે. હાલમાં કોંગ્રેસના દાવેદારી ન છોડવાનો મામલો ગુંચવાતો દેખાઈ રહ્યો છે. મુંબઇમાં કુલ 36 વિધાનસભા સીટો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મહારાષ્ટ્રની 13 સીટો જીતી છે અને ઘણી સીટો પર કોંગ્રેસના પ્રભાવથી સહયોગી દળોને સીધો લાભ પહોંચ્યો છે. ત્યારબાદ કોંગ્રેસનું મનોબળ વધ્યું છે અને એ વિધાનસભા ચૂંટણીમાં વધુ સીટો પર ઉમેદવાર ઉતારવા તૈયારી કરવામાં આવી રહી છે. જાણકારોનું કહેવું છે કે કોંગ્રેસ 110-120 સીટો પર ઉમેદવાર આપવા માગે છે. જો કે, MVA નેતાઓનું કહેવું છે કે સીટ ફાળવણીનો નિર્ણય જીતની સંભાવનાના આધાર પર નક્કી થશે.

મહારાષ્ટ્રમાં કુલ 288 સીટો છે. શિવસેના (UBT) 115-125 સીટો પર ચૂંટણી લડવાનો ટારગેટ બનાવીને ચાલી રહી છે. 2019ની વિધાનસભાની ચૂંટણીઓમાં અવિભાજિત શિવસેના, NDAનો હિસ્સો હતી અને 124 સીટો પર ચૂંટણી પણ લડી હતી. જ્યારે 162 સીટો પર ભાજપ અને અન્ય સહયોગીઓએ ઉમેદવાર ઉતર્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર-નવેમ્બરમાં થવાની સંભાવના છે.

જો કે, સંજય કોંગ્રેસ નેતા અને લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીનો બચાવ કરતા નજરે પડ્યા. તેમણે ભાજપના નેતાઓના નિવેદનો પર આપત્તિ દર્શાવી અને સવાલ ઉઠાવ્યા. સંજયનું કહેવું હતું કે જે પ્રકારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશનું આખું વિપક્ષ એકજૂથ થયું છે અને આગળ પણ થતું રહેશે. તેનાથી જો કોઈના મનમાં ડર ઉત્પન્ન થયો છે તો લોકતંત્રમાં એ રસ્તો નથી કે કોઈને જીવથી મારવાની ધમકી આપવામાં આવે. એ રશિયામાં થાય છે. ત્યાં વિપક્ષને ખતમ કરી દેવામાં આવે છે.

પુતિને ત્યાં વિપક્ષ ખતમ કરી દીધું છે. જ્યાં લોકતંત્ર નથી અને તાનાશાહી છે ત્યાં પણ એવું થઈ શકે છે, પરંતુ ભારતમાં એમ કહેવામાં આવ્યું કે રાહુલ ગાંધીની હાલત પણ તેમના દાદી કે તેમના પિતાજીની જેવી કરવી જોઈએ. આ વાત જો દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી સાંભળે છે અને ચૂપ રહે છે તો તેનો અર્થ એ સમજુ છું કે આ ષડયંત્રનો હિસ્સો તમે પણ છો. અમે એ સહન નહીં કરીએ. સંજયનું કહેવું હતું એ કોઈ કહે છે કે જો તેમની (રાહુલ)ની જીભ કાપીને લાવશે, તો તેને 11 લાખ આપીશું તો કોઈ તેમને આતંકવાદી કહે છે. કોઈ હુમલાની વાતો કરે છે. આ એક ષડયંત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp