અયોધ્યામાં સળગાવાયેલી ગુજરાતની 108 ફૂટની અગરબત્તી દોઢ મહિનો ચાલશે, જુઓ વીડિયો

અયોધ્યામાં એ શુભ સમય નજીક આવી રહ્યો છે. નવા રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના ધાર્મિક અનુષ્ઠાન મંગળવારથી શરૂ થઈ ગયા છે. આજે પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજન અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. અયોધ્યાના સરયૂ કિનારે વિષ્ણુ પૂજા અને ગૌદાન થશે. 17 ફેબ્રુઆરીના રોજ રામલલાની મૂર્તિનો પરિસરમાં પ્રવેશ થશે. 18 જાન્યુઆરીએ તીર્થ પૂજા, જળાધિવાસ અને ગંધાધિવાસ, 19 જાન્યુઆરીની સવારે ઔષધાધિવાસ અને સાંજે પુષ્પાધિવાસ, 21 જાન્યુઆરીની સવારે મધ્યાધિવાસ અને સાંજે શય્યાધિવાસ થશે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે.
સમારોહના અનુષ્ઠાનની પણ બધાની પ્રક્રિયાઓનું સમન્વય, સમર્થન અને માર્ગદર્શન કરનારા 121 આચાર્ય હશે. શ્રીગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ બધી પ્રક્રિયાઓની દેખરેખ, સમન્વય અને દિશા નિર્દેશન કરશે. કાશીના શ્રી લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય આચાર્ય હશે. 18 જાન્યુઆરીના રોજ રામલલાની શ્યામવર્ણી મૂર્તિમાં બિરાજમાન થશે. આ મૂર્તિ કર્ણાટકના અરુણ યોગીરાજે બનાવી છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ શરૂ થઈ ગયા છે. બ્રહ્મ મુહૂર્તથી જ ધાર્મિક અનુષ્ઠાન શરૂ કરી દેવામાં આવ્યા હતા. રામલલાની મૂર્તિનું પ્રાયશ્ચિત અને કર્મકુટીનું પૂજન શરૂ થઈ ચૂક્યું છે.
#WATCH | The 108-feet incense stick, that reached from Gujarat, was lit in the presence of Shri Ram Janmabhoomi Teerth Kshetra President Mahant Nrityagopal Das ji Maharaj pic.twitter.com/ftQZBgjaXt
— ANI (@ANI) January 16, 2024
ગુજરાતથી અયોધ્યા પહોંચેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને મંગળવારે અયોધ્યામાં સળગાવવામાં આવી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ મહારાજની ઉપસ્થિતિમાં આ અગરબત્તી સળગાવવામાં આવી. આ અગરબત્તી પર્યાવરણને અનુકૂળ છે. તે લગભગ દોઢ મહિના સુધી ચાલશે અને તેની સુગંધ અનેક કિલોમીટર સુધી ફેલાશે. આ અગરબત્તીનું વજન 3,610 કિલોગ્રામ છે અને તે લગભગ 3.5 ફૂટ પહોળી છે. અગરબત્તી તૈયાર કરનારા વડોદરાના વિહા ભરવાડે જણાવ્યું કે, 376 કિલોગ્રામ ગમ રેઝિન, 376 કિલોગ્રામ નારિયેળના ગોળા, 190 કિલોગ્રામ ઘી, 1470 કિલોગ્રામ ગાયનું ગોબર, 420 કિલોગ્રામ જડીબુટીઓને મળાવીને અગરબત્તી તૈયાર કરવામાં આવી છે. તેની ઊંચાઈ દિલ્હીમાં પ્રતિષ્ઠિત કુતુબ મિનારની લગભગ અડધી છે.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં આજે રામની પ્રતિમાનું કર્મકુટી સંસ્કાર થશે. મુખ્ય અતિથિના રૂપમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને તેમના પત્ની ઉષા મિશ્રા અનુષ્ઠાનમાં બસશે. તેઓ આગળની 50 વૈદિક પ્રક્રિયાના સાક્ષી બનશે. મંગળવારે યજમાન સરયૂ જળ સાથે 10 પ્રકારના સ્નાન કરશે, જેમાં ગાયનું દૂધ, દહી, ઘી, ગોબર, ગૌમૂત્ર, કુશોદક-કુશ મળેલું જળ પંચાંગનું સ્નાન સામેલ છે. ગોબરથી 2 વખત સ્નાન કરશે. યજમાનના ખાન-પાન અને વસ્ત્ર બધા અલગ હશે. તેને લીધા બદ વ્રત શરૂ થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp