રામ મંદિર માટે અક્ષત આમંત્રણ એ RSSનો લોકસભા સર્વે હતો, ભાજપને ફાયદો થશે?

PC: twitter.com

લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને નામે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે ધાર્મિક અને સાંસ્કૃતિ કાર્યક્રમોના આયોજનથી મહત્ત્વની રણનીતિ બનાવીને લોકસભા માટે ભાજપનો રસ્તો વધારે આસાન બનાવી દીધો છે.

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં દેશભરમાં અક્ષત નિમંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. RSSના VHP સહિતના સંગઠનો અને ભાજપના બૂથ લેવલના નેતાઓ તથા કાર્યકરો બધા જોરશારથી લાગી પડ્યા હતા.

RSS અને શ્રી રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા એક બેઠક મળી હતી, જેમાં એવી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી કે, જ્યારે કાર્યકરો લોકોના ઘરે ઘરે અક્ષત નિમંત્રણ આપવા જાય ત્યારે લોકોનો પ્રતિસાદ કેવો હતો, તેની માહિતી ભેગી કરવામાં આવે.

દેશના 5 લાખ ગામોમાં 12 કરોડ લોકો સુધી RSSની સંસ્થાના કાર્યકરો અને ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા. આ ફીડબેકના ડેટા RSS પાસે આવી ગયા છે અને તે ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં બુસ્ટર સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp