અયોધ્યા રામ મંદિરમાં એટલી ભીડ થઇ ગઇ કે રામલલ્લાના દર્શન બંધ કરી દેવા પડ્યા

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ પુરી થઇ અને એ પહેલાં શ્રી રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું હતુ કે, શ્રધ્ધાળુઓ માટે રામલલ્લાના દર્શન 23 જાન્યુઆરીથી ખુલશે. 23 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે જ્યારે મંદિરના કપાટ ખુલ્યા ત્યારે દર્શનાર્થીઓની એટલી ભીડ થઇ ગઇ કે દર્શન બંધ કરી દેવા પડ્યા. લોકો આખી રાત મંદિરની બહાર જ સુઇ ગયા હતા. શ્રધ્ધાળુઓને રોકવા માટે પોલીસને પરસેવો પડી ગયો હતો. આખરે સૈન્યના જવાનોને બોલાવવા પડ્યા હતા. જાણવા મળેલી માહિતી મુજબ ફરીથી બપોરે દર્શન ખોલવામાં આવશે.

22 જાન્યુઆરીએ શ્રધ્ધાળુઓ માટે દર્શનની પરવાનગી નહોતી, પરંતુ લોકો રામલલ્લાને નિરખવા માટે એટલા અધીરા બન્યા હતા કે, સોમવારે રાત્રે જ લોકો મંદિરમાં ઘુસી ગયા હતા જેને કારણે ભારે અફડાતફડી મચી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp