12000 કરોડના માલિકે લકઝરી કારને બદલે મુંબઇ લોકલમાં મુસાફરી કરી, જણાવ્યું આ કારણ

PC: businesstoday.in

મુંબઇની લોકલ ટ્રેનમાં રિઅલ એસ્ટેટ ટાયકૂન અને અબજોપતિએ મુસાફરી કરી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મુંબઈ લોકલને એમનેમ જ મુંબઈની લાઈફલાઈન નથી કહેવાતી. સામાન્ય હોય કે ખાસ, દરેક તેમાં મુસાફરી કરતા જોવા મળે છે. આનું ઉદાહરણ રિઅલએસ્ટેટ ઉદ્યોગપતિ નિરંજન હિરાનંદાની છે. આ અબજોપતિ ઉદ્યોગપતિ પાસે કોને ખબર કેટલી લક્ઝરી કાર છે, પરંતુ આ બધાને બાજુ પર રાખીને તે મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતાજોવા મળ્યા તો લોકોને આશ્ચર્ય થયું હતું.

હિરાનંદાનીએ પોતાની લોકલ ટ્રેનની સફરનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો અને સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. તેમણે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટેનું કારણ પણ જણાવ્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Niranjan Hiranandani (@n_hiranandani)

73 વર્ષની વયે પહોંચાલા અબજોપતિ અને હિરાનંદાની ગ્રૂપના કો-ફાઉન્ડર નિરંજન હિરાનંદાનીએ ગયા શુક્રવારે તેમના ઈન્સ્ટાગ્રામ પર મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં જોવા મળે છે કે તેઓ અન્ય સામાન્ય મુસાફરોની જેમ પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતા હતા અને પછી જેવી ટ્રેન પહોંચી કે તે તેઓ એસી કોચમાં બેસી ગયા હતા. તેમની સાથે તેમની ટીમના કેટલાંક સભ્યો પણ હતા. ટ્રેનમાં બારી બાજુ તઓ બેઠા હતા અને સાથી યાત્રીઓ સાથે વાતચીત કરી હતી અને હાથ મેળવ્યા હતા.

હિરાનંદાની ગ્રૂપના MD નિરંજન હિરાનંદાનીએ ટ્રેનમાં મુસાફરીનો આ વીડિયો પોસ્ટ કરવાની સાથે જ આ પ્રવાસના અનુભવની સાથે-સાથે પોતાના લક્ઝરી વાહનો છોડીને ટ્રેનમાં સવારી કરવાના નિર્ણય વિશે પણ જણાવ્યું છે. હિરાનંદાનીએ મુંબઈથી ઉલ્હાસનગર સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, સમય બચાવવા અને મુંબઈના પ્રખ્યાત ટ્રાફિકથી બચવા તેમણે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું. તેમણે લખ્યુ કે, મુંબઇથી ઉલ્લાસનગરની સફર એક વ્યવહારિક અને વ્યક્તિગત અનુભવ રહ્યો.

હિરાનંદાની રિઅલ એસ્ટેટ ગ્રુપમાં એક મોટું નામ છે અને તેઓ હિરાનંદાની ગ્રુપના મેનેજિંગ ડિરેકટર છે. તેમની નેટવર્થ 1.5 અરબ ડોલર એટલે કે 12,487 કરોડ રૂપિયા છે. તેમણે કંપની પોતાના ભાઇ સુરેન્દ્ર હિરાનંદાની સાથે શરૂ કરી હતી. તેમને બે સંતાનો છે અને તેમના પત્ની પણ કંપનીમાં મોટી જવાબદારી સંભાળે છે.

અબજોપતિ ઉદ્યોગપતિ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ સમાચાર લખાય છે ત્યાં સુધી તેને 22 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે, યુઝર્સ અબજોની સંપત્તિ હોવા છતાં એક સામાન્ય માણસની જેમ મુંબઈની ટ્રેનમાં મુસાફરી કરવાના નિરંજન હિરાનંદાનીના નિર્ણય માટે કોમેન્ટ અને પ્રશંસા પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp