આ ભાજપ શાસિત રાજ્યમાં પણ CBIને રાજ્ય સરકારની મંજૂરી લઈને આવવું પડશે
મધ્ય પ્રદેશમાં મોહન યાદવની આગેવાની હેઠળની ભાજપ સરકારે CBI તપાસને લિને મોટો નિર્ણય કર્યો છે. હવે CBIએ મધ્ય પ્રદેશમાં રાજ્ય સરકારના કોઇ પણ અધિકારી, કર્મચારી, મંત્રી કે ધારાસભ્યની ધરપકડ કરવી હશે તો પહેલા મધ્ય પ્રદેશ સરકારની લેખિતમાં મંજૂરી લેવી પડશે. સરકારની મંજૂરી પછી જ CBI રાજ્યમાં પ્રવેશી શકશે.
સામાન્ય રીતે જ્યાં વિપક્ષની સરકાર હોય ત્યાં CBI માટે NO એન્ટ્રી હોય છે, પરંતુ મધ્ય પ્રદેશમાં તો ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. છતા આ નિર્ણય લેવાતા આશ્ચર્ય ફેલાયું છે.
નિયમ એવો છે કે, કેન્દ્ર સરકાર અને રેલવેને બાદ કરતા બાકીના બધા કેસો માટે CBIએ રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની હોય છે. ઝારખંડ, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કેરળમાં CBIને તપાસ માટે મંજૂરી જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp