થ્રી ફેઈઝ ઇલેક્ટ્રિક લાઇન પર પાક્કું મકાન બનાવી દેવાયું, વીજળી કંપની કહે જાણ નથી

PC: himachal.punjabkesari.in

ચંબા જિલ્લાના ચુરાહ વિસ્તારના ચાંજુ પંચાયતના કલપ્રેહી ગામમાં થ્રી ફેઈઝ ઇલેક્ટ્રિક લાઇન પર પાકું ઘર બનાવવામાં આવ્યું છે. હાઈવોલ્ટેજ થ્રી ફેઈઝ લાઈન હટાવવાને બદલે મકાન માલિકે તે તાર ને આખા ઘરની આરપાર કરાવી દીધા હતા. આખા ઘરમાં વાયરોને આરપાર કરાવવા માટે PVC પાઇપ નાખવામાં આવી હતી. વિદ્યુત બોર્ડના અધિકારીઓને પણ આ અંગે કોઈ જાણ સુધ્ધાં ના થઇ તે આશ્ચર્યની વાત છે. વીજળી બોર્ડ બેધ્યાન બની રહ્યું. ત્યાં સુધી કે, વાયરોમાં પાઈપ નાખવા માટે પણ વીજલાઈન કાપવી પડી હતી, જેના કારણે આખા ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, પરંતુ લોકોએ વીજ બોર્ડના અધિકારીઓને જાણ કરવી યોગ્ય ન માન્યું.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે એક વ્યક્તિએ ઘરના ફોટોગ્રાફ્સ લીધા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા. આ પછી મકાન માલિક અને વિજળી બોર્ડની કામગીરી સૌની સામે આવી. મકાન માલિક દ્વારા બે માળનું મકાન બનાવીને તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ વીજ બોર્ડ દ્વારા કોઈ સૂચના કે કાર્યવાહી કરવામાં આવી ન હતી. લોકોનું કહેવું છે કે, મકાનનું કામ શરૂ થયા પછીથી બે માળનું મકાન બનાવવામાં લગભગ બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો, પરંતુ આ દરમિયાન વીજ બોર્ડમાં ફરજ પર હાજર કર્મચારીઓ અને અધિકારીઓને તેની કોઈ જાણ સુધ્ધાં પણ થઇ શકી નહોતી.

લોકોનું કહેવું છે કે, મકાનના બાંધકામ દરમિયાન ફિલ્ડ સ્ટાફ આ ગામમાં ગયો નહિ હશે અથવા તો આ બધું વીજ બોર્ડની મિલીભગતથી જ થયું હોય શકે છે. હાઈ વોલ્ટેજ લાઈન હોવાથી તેના સંપર્કમાં આવવાનું જોખમ વધારે છે. આમ છતાં લોકો દ્વારા કરવામાં આવતી બેદરકારી અને વીજ બોર્ડની અવગણના કોઈનો જીવ લઈ શકે છે. ઘરના બાંધકામ દરમિયાન કારણે દોડે તેવી તમામ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો આ સમયગાળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બનતે તો તેની જવાબદારી કોણ લેતે, કારણ કે મકાનોના બાંધકામમાં લોખંડ અને પાણીનો વધુ ઉપયોગ થાય છે. એટલું જ નહીં જો ઘરની અંદર PVC પાઇપ ફાટી જાતે તો આખા ઘરમાં વીજળીનો કારણે લાગતે.

વિદ્યુત બોર્ડના SDO D.C. ગુપ્તાએ જણાવ્યું કે, JEને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બનેલી ઘટનાની હકીકત જાણ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, વીજળી બોર્ડની પરવાનગી વિના લાઇનની ઉપરથી મકાન બનાવી દેવામાં આવ્યું છે. તેનાથી વીજળીનો કારણે લાગવાનો ભય છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં આ લાઈન અહીંથી હટાવી દેવામાં આવશે. વિદ્યુત બોર્ડના SE રાજીવ કુમારે જણાવ્યું કે, હજુ સુધી તેમને આ અંગે કોઈ માહિતી મળી નથી. SDO અને JEને કાર્યવાહીના આદેશ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp