ઓફિસમાં ઉત્પાદકતા વધારવા બોસે બનાવ્યો નિયમ, તેમાં પોતે જ ફસાયા, ભરવો પડ્યો દંડ

PC: navbharattimes.indiatimes.com

મુંબઈ સ્થિત બ્યુટી બ્રાન્ડ આઈવરના CEO આજકાલ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઇ રહ્યા છે. આનું કારણ બીજું કંઈ નહીં પણ તેમના જ દ્વારા બનાવેલા ઓફિસ નિયમો છે. પોતાના કર્મચારીઓને શિસ્તબદ્ધ રાખવા માટે તેણે ઓફિસમાં એક નિયમ બનાવ્યો હતો. આ કારણે સોશિયલ મીડિયા પર તેની સતત ચર્ચા થઈ રહી છે. આ અંગે લોકો ઉત્સાહપૂર્વક પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

હકીકતમાં, કંપનીના CEOએ ખૂબ જ સરળ નિયમ બનાવ્યો હતો કે, કર્મચારીઓએ સવારે બરાબર 9:30 વાગ્યે ઓફિસ પહોંચી જવું પડશે. જો કોઈ પણ સ્ટાફ સવારે 9.30 વાગ્યા પછી ઓફિસ પહોંચે તો તેને 200 રૂપિયાનો દંડ ભરવો પડશે. પરંતુ ટૂંક સમયમાં જ આ નિયમમાં એક રમુજી વળાંક આવ્યો અને કંપનીના CEO શાહ પોતે જ તેનો શિકાર બની ગયા. તેણે બનાવેલા નિયમો જ તેના પર ભારે પડ્યા હતા.

હવે એમાં થયું એવું કે, બે અઠવાડિયામાં તેણે પોતે આ નિયમ અનુસાર પાંચ વખત દંડ ભરવો પડ્યો હતો, તેઓ પોતે તેના નિયમથી દુઃખી તો હતા જ, પરંતુ હંમેશા ખુશ મિજાજ રહેવાવાળા આ કંપનીના CEOએ, તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. તેણે સ્વીકાર્યું કે, તેણે બનાવેલા નિયમના અણધાર્યા પરિણામોનો સામનો તેણે પોતે જ કરવો પડ્યો. ઓફિસ મોડા પહોંચવાને કારણે તેણે ઘણી મોટી રકમ ચૂકવવી પડી હતી.

તેમના હેન્ડલ પર CEO_kaushalshah એક્સ પર પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું, ગયા અઠવાડિયે, ઓફિસમાં ઉત્પાદકતા વધારવા માટે, મેં એક નિયમ બનાવ્યો કે દરેકને 9:30 વાગ્યે ઓફિસ પહોંચવું પડશે. (અગાઉ અમે સવારે 10-11 વાગ્યે પહોંચતા હતા). જો અમે મોડા આવીએ તો અમારે 200 રૂપિયાનો દંડ ભરવો પડશે. અને હું આ દંડ પાંચમી વખત ભરી રહ્યો છું.

કૌશલ શાહે 200 રૂપિયાના પેમેન્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી રહ્યા છે. આ અંગે સેંકડો યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે, મને આશા છે કે તમે અહીં ટોપ પરફોર્મર નહીં બનો. અન્ય યુઝરે લખ્યું છે, આ ફેક્ટરી વર્કરની માનસિકતા છે. તમે આ પોસ્ટ પર શું કહેવા માંગો છો? તમારો અભિપ્રાય અમને જરૂર કોમેન્ટ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp