સુહાગરાતે દુલ્હને એવું કર્યું કે વરરાજો બીજા દિવસે ઉઠ્યો અને દુલ્હન તો...

PC: news18.com

નવપરિણીત દુલ્હનના કારનામાની વાત સાંભળીને સોનીપતમાં ગભરાટ ફેલાઈ ગયો છે. અહીંના ખરખૌદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મનજીતના લગ્ન ઉત્તરાખંડના હરિદ્વારમાં 13 નવેમ્બરે પલ્લવી સાથે થયા હતા. આ પછી, કન્યા-વરરાજા દેવી માતાના દર્શન કરવા મંદિરમાં પણ ગયા હતા અને પછી 15મી નવેમ્બરના રોજ કન્યાને લઈને પરિવાર સાથે ખુશી ખુશી ખરખૌદા પરત ફર્યા હતા. લગ્નની સુહાગરાતની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે દુલ્હનએ કંઈક એવું કર્યું કે જેના વિશે વરરાજાએ ક્યારેય વિચાર્યું પણ ન હતું. બીજા દિવસે, લગભગ વહેલી સવારે 4 વાગ્યે, વરરાજાએ તેના પરિવારને લગ્નની સુહાગરાતે બનેલી બધી વાત કહી, એ બધું જ કહ્યું કે સાંભળીને લોકોને ગભરાટના માર્યા પસીનો છૂટી ગયો.

વરરાજા મંજીતે જણાવ્યું કે, લગ્નની સુહાગરાત પહેલા રાત્રે લગભગ 11 વાગે દુલ્હન બે કપ ચા લઈને રૂમમાં આવી અને તેણે એક કપ મને આપ્યો. જ્યારે હું ચા પીવા લાગ્યો, ત્યારે કન્યાએ કહ્યું, સાંભળો, હું પાણી પીને આવું છું, આટલું કહીને કન્યા રૂમની બહાર નીકળી ગઈ. આ બાજુ ચા પીતાં જ હું ઘસઘસાટ સૂઈ ગયો અને પછી હું લગભગ બેહોશ થઇ ગયો હતો. મારી માએ પણ એ જ ચા પીધી હતી; જેના કારણે તે પણ બેભાન અવસ્થામાં હતી, પરિવારના સભ્યો બંનેને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી.

મનજીતે કહ્યું કે લગ્નની સુહાગરાતે કન્યા પલ્લવી મારી પાસે આવી ન હતી, મને કંઈ ખબર જ નહોતી. ચા પીધા પછી મને શું થયું તેનું ભાન જ ન રહ્યું. બીજા દિવસે સવારે, જ્યારે તેને તબિયત અસ્વસ્થ લાગી, ત્યારે તેનો પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો. જ્યારે તે હોસ્પિટલમાંથી ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે કન્યા પલ્લવી ઘર છોડીને ચાલી ગઈ હતી. અમારા ઘરમાંથી તમામ દાગીના, રોકડ અને લગ્નની વસ્તુઓ ગાયબ છે. પલ્લવીએ ચામાં નશાયુક્ત પદાર્થ મેળવ્યો હતો, જેના કારણે હું અને મારી માતા બેભાન થઈ ગયા હતા. આ બાજુ, પોલીસે કહ્યું કે, આ મામલે ફરિયાદ આપવામાં આવી છે, જેના આધારે પલ્લવી અને અન્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, સોનીપતના ખરખૌદા ગુરુકુલ ગલીમાં રહેતા મનજીતના લગ્ન 13 નવેમ્બરે પલ્લવી સાથે થયા હતા અને આ માટે તેને 1.25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. લગ્ન ખૂબ જ ધામધૂમ અને તમામ રીતિ રિવાજ સાથે થયા હતા અને 24મી નવેમ્બરના રોજ લગ્નનું રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું. 15મી નવેમ્બરની રાત્રે નવપરિણીત વહુ પલ્લવીએ મનજીત અને તેની માતા શકુંતલાની ચામાં નશાયુક્ત પદાર્થ મેળવ્યો અને તેમને પીવડાવી દીધો હતો અને પછી ભાગી ગઈ. આ પછી, સવારે 4:00 વાગ્યે બંનેને બેભાન અવસ્થામાં ખરખૌદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત સારી થઇ જતા, જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે તેણે ઘરનો તમામ સામાન વેરવિખેર જોયો અને ઘરમાંથી ઘણી વસ્તુઓ ગાયબ પણ હતી. હાલમાં કન્યા અને તેના પિતાના ફોન સ્વીચ ઓફ આવે છે. પીડિત પક્ષે આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp