26th January selfie contest

બસ કંડક્ટરે 1 રૂપિયો પરત ન કર્યો, હવે કોર્ટે આટલા રૂપિયા દંડ ફટકાર્યો

PC: jansatta.com

બેંગલુરુ કન્ઝ્યુમર કોર્ટે BMTC એટલે કે બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પર 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વાસ્તવમાં, BMTCએ એક વ્યક્તિને છુટ્ટો એક રૂપિયો પરત કરવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ તે વ્યક્તિએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મામલો 2019નો છે. રમેશ નાઈક નામનો વ્યક્તિ કે જે BMTC બસમાં મુસાફરી કરી રહ્યો હતો. તેણે રૂ.29ની ટિકિટ લીધી અને રૂ.30 કંડક્ટરને આપ્યા. પરંતુ કંડક્ટરે એક રૂપિયો છુટ્ટો પાછો આપ્યો ન હતો.

ત્યાર પછી રમેશ નાયકે ગ્રાહક અદાલતમાં BMTC વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને 15,000 રૂપિયાનું વળતર માંગ્યું. તમામ હકીકતોને જોતા ગ્રાહક કોર્ટે BMTCને રમેશ નાયકને 2000 રૂપિયાનું વળતર ચૂકવવા જણાવ્યું છે. તેમજ કોર્ટ ફી તરીકે રૂપિયા રૂ.1000 જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

કોર્ટે BMTCને 45 દિવસમાં વળતરના આ પૈસા જમા કરાવવા માટે કહ્યું છે. જો કોર્પોરેશન 45 દિવસમાં પૈસા નહીં આપે તો, વાર્ષિક 6000 રૂપિયાનું વ્યાજ પણ તેણે ચૂકવવું પડશે.

બેંગલુરુ અર્બન ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને ચુકાદો આપતાં કહ્યું હતું કે, આ સમગ્ર વિવાદ ખૂબ જ હળવા પ્રકારનો છે, પરંતુ વ્યક્તિએ આ મામલો કમિશન સમક્ષ પોતાના અધિકાર તરીકે મુક્યો હતો તેથી તેની પ્રશંસા થવી જોઈએ અને આવા કેસમાં ફરિયાદીને રાહત આપવી જોઈએ.

બીજી તરફ, BMTCએ તેના કાઉન્ટર એફિડેવિટમાં આ બાબતને વ્યર્થ ગણાવી હતી અને કહ્યું હતું કે, તેને સેવામાં ઉણપ સાથે જોડી શકાય નહીં. BMCTએ આ આરોપને પણ નકારી કાઢ્યો હતો અને ફરિયાદને બરતરફ કરવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે BMTCની એક વાત સાંભળી ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ માણસે પોતાના અધિકાર તરીકે આ એક રૂપિયા માટે કોર્ટ કેસ કર્યો હતો., પરંતુ આવા અનેક કિસ્સાઓ દરરોજ થતા હોય છે, અને સામાન્ય માણસ તેને 'જવા દો', 'ચાલ સે' અથવા 'તમે રાખી લો' એમ કહીને ચલાવી લેતા હોય છે, ઘણા તુમાખીભર્યા બસ કન્ડક્ટરો 'છુટ્ટા આપો' અથવા તો 'તમારે છુટ્ટા રાખવા જોઈએ', 'આવે એટલે આપીશ', ત્યાર પછી તે પેસેન્જરનું ઉતરવાનું સ્થાન આવી જાય ત્યારે મુસાફર તરફથી પૈસાની માંગણી થાય તો ઉગ્રતાથી તેની સાથે વાતચીત કરે છે અથવા ઝઘડો કરે છે. ઉપરોક્ત કેસની જેમ માણસ પોતાના અધિકાર માટે જાગરૂક થાય તો પોતાની મનમાની ચલાવનારાઓ તેમની ફરજ બરાબર કરતા થઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp