પહેલા ઈંડુ આવ્યું કે મરઘી? શું તમે આનો જવાબ જાણો છો? રિસર્ચમાં માહિતી સામે આવી

PC: zeenews.india.com

ઘણીવાર તમે એવો પ્રશ્ન સાંભળ્યો હશે કે મરઘી પહેલા આવી કે ઈંડું. તમે પણ આ પ્રશ્ન વિશે તર્ક વિતર્ક કર્યા હશે, પરંતુ હવે એક સંશોધન સામે આવ્યું છે જેમાં આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. આવો જાણીએ આ સંશોધનમાં વૈજ્ઞાનિકોને શું જવાબ મળ્યો છે.

નેચર ઈકોલોજી એન્ડ ઈવોલ્યુશનમાં પ્રકાશિત સંશોધન મુજબ બ્રિસ્ટલ યુનિવર્સિટી અને નાનજિંગ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે, પૃથ્વી પર પહેલું ઈંડું નથી આવ્યું પરંતુ મરઘા-મરઘી આવ્યા હતા. એટલું જ નહીં, તેણે દાવો કર્યો છે કે, પહેલાની મરઘા-મરઘીઓ આજની જેમ ન હતા અને તે ઈંડાને નહીં પરંતુ સંપૂર્ણ રીતે બચ્ચાને જન્મ આપતા હતા.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, સમયની સાથે સાથે આ ફેરફારો થતા રહ્યા. જે મરઘીઓ જન્મ આપતી હતી, તેનામાં ઈંડાં આપવાની ક્ષમતા વિક્સિત થઇ હતી. વૈજ્ઞાનિકોના રિસર્ચના આધારે હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈંડું પહેલા નથી આવ્યું પરંતુ મરઘા-મરઘી પહેલા આવ્યા હતા. સંશોધકોનું કહેવું છે કે, લાખો વર્ષો પહેલા મરઘા-મરઘીની જેમ ડાયનાસોર પણ ઈંડા મૂકતા હતા.

સંશોધકોએ જણાવ્યું કે, પક્ષીઓ, મગરો અને કાચબા એવા ઈંડા મૂકે છે જેમાં ભ્રૂણ જરા પણ બનેલું હોતું નથી. ઇંડા મૂક્યા પછી, તેમાં ગર્ભ તૈયાર થતો હોય છે. બીજી તરફ, કેટલાક જીવો એવા હોય છે કે, જ્યારે તેઓ ઈંડું મૂકે છે, ત્યારે તેમાં એક ભ્રૂણની રચના થઈ ચૂકી હોય છે. ઉદાહરણ તરીકે, ગરોળી અને સાપ પણ ઇંડા પણ મૂકે છે અને બાળકોને પણ જન્મ આપી શકે છે, આ એટલા માટે થાય છે, કારણ કે તેમને ઇંડામાંથી બહાર નીકળવાની જરૂર નથી હોતી.

સોશિયલ મીડિયા યુઝર્સ હવે આ રિસર્ચ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આજે એક મોટું રહસ્ય ઉકેલાઈ ગયું છે, પરંતુ સવાલ એક જ છે કે મરઘા અને મરઘી ઈંડા વગર સીધા કેવી રીતે આવ્યા? અન્ય એક યુઝરે લખ્યું કે, લોકો મરઘા-મરઘી અને ઈંડા વચ્ચેની લડાઈમાં વ્યસ્ત છે. મેં મારા બાળપણમાં જ આ પ્રશ્ન સાંભળ્યો હતો, પરંતુ તે ભારે મૂંઝવણથી ભરેલો છે.

અન્ય એક યુઝરે લખ્યું કે, જો આટલી મોટી કોયડો ઉકેલવા માટે સંશોધકોને નોબેલ મળે છે, તો હની સિંહને પણ મળવું જોઈએ. લાંબા સમયથી ચાલતો પ્રશ્ન હતો 'પાની રે પાની તેરા રંગ કૈસા?' તેનો જવાબ સંશોધક હની સિંહે તેમની રચના 'બ્લુ હૈ પાની પાની પાની પાની' દ્વારા શોધી કાઢ્યો હતો.

મરઘી પહેલા આવી કે ઈંડું એનો જવાબ તો મળી ગયો છે, પરંતુ દુનિયામાં મરઘા-મરઘી કેવી રીતે વિકસિત થયા, તેનો જવાબ હજુ મળ્યો નથી. વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો તેમના વિકાસના આ પ્રશ્નનો જવાબ શોધવામાં લાગેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp