ફ્રાન્સમાં રોકેલા 21 ગુજરાતીઓની CIDએ પૂછપરછ કરી, મોટાભાગના કહે- અમે નિકારાગુઆ...
ફ્રાન્સમાં ચાર દિવસથી રોકાયેલી આ ફ્લાઈટ મંગળવારે મુંબઈ પહોંચી હતી. ફ્લાઇટના 276 મુસાફરો મંગળવારે ભારત પહોંચ્યા હતા જ્યારે 25 લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા. ગુજરાત CIDએ શુક્રવાર સુધી લિજેન્ડ એરલાઈન્સની નિકારાગુઆ જતી ફ્લાઈટના 21 મુસાફરોના નિવેદન નોંધ્યા છે. જેમાંથી ઘણા એ સમજાવવામાં અસમર્થ હતા કે તેઓ શા માટે તે ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેઠા હતા. ફ્લાઇટમાં મોટાભાગના લોકો એકલા હતા અને તેમની સાથે કોઈ નહોતું. તેમાંથી ઘણા સગીરવયના પણ હતા.
ફ્લાઇટમાં 276 મુસાફરો સવાર હતા, જેમાંથી 65 ગુજરાતી હતા. માનવ તસ્કરીની આશંકાથી આ પ્રવાસીઓને ફ્રાન્સમાં ચાર દિવસ માટે રોકવામાં આવ્યા હતા. ફ્લાઇટ 26 ડિસેમ્બરે મુંબઈમાં લેન્ડ થઈ હતી, ત્યારપછી બુધવારે ગુજરાતના 21 મુસાફરો રાજ્ય પરત ફર્યા હતા.
CID અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘણા મુસાફરોએ દાવો કર્યો હતો કે તેઓ પ્રવાસીઓ તરીકે નિકારાગુઆની મુલાકાત લઈ રહ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'યાત્રીઓ કહે છે કે, તેઓ જોવાલાયક સ્થળોની મુલાકાત લેવા માટે નિકારાગુઆ જઈ રહ્યા હતા.' અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'તેમની પાસે આગમન પર વિઝા મેળવવા માટે માન્ય દસ્તાવેજો હતા અને કેટલાક પાસે પ્રવાસી વિઝા પણ હતા.' જો કે, તેઓ એ સમજાવવામાં અસમર્થ હતા કે, શા માટે તેઓ બધા ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેઠા હતા. યાત્રીઓ એ પણ સમજાવી શક્યા નથી કે, તેઓએ એજન્ટને ફ્લાઈટમાં ચઢવા માટે શા માટે મોટી રકમ ચૂકવી.
વિમાન, એરબસ A340 નિકારાગુઆ માટે 276 મુસાફરો સાથે જતું હતું, તેને માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રાન્સમાં ચાર દિવસ માટે અટકાવવામાં આવ્યું હતું. તે 26 ડિસેમ્બરની સવારે મુંબઈ પહોંચ્યું હતું. રાજ્યના ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, તે મુસાફરોમાં ઓછામાં ઓછા 60 ગુજરાતના લોકોનો સમાવેશ થાય છે, જેઓ રાજ્યમાં તેમના વતન પહોંચી ચૂક્યા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, લેટિન અમેરિકા પહોંચ્યા પછી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાની તેમની કોઈ યોજના હતી કે, કેમ તે જાણવા માટે વિભાગ તેમની પૂછપરછ કરી રહ્યો છે. તે લોકોને ફ્રાન્સથી પરત મોકલવામાં આવ્યા હતા. એવી અફવા હતી કે, તેઓએ નિકારાગુઆમાં ઉતર્યા પછી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાની યોજના બનાવી હતી. તેમના નિવેદનમાં તેઓએ અમને કહ્યું કે, તેઓ ત્યાં પ્રવાસી તરીકે જઈ રહ્યા છે.
SP રાજકુમાર, CID-ક્રાઈમ અને રેલ્વેના અધિક પોલીસ મહાનિર્દેશકએ જણાવ્યું હતું કે, 'અમે તેમની મુલાકાત પાછળના એજન્ટો કોણ હતા તે શોધવા માટે અમે વધુ વિગતો એકઠી કરી રહ્યા છીએ.' પરત ફરેલા 60 લોકોમાંથી એજન્સીએ 20 જેટલા લોકોની પૂછપરછ કરી છે. મધ્ય અમેરિકા જવા માટે તેઓએ અસલી કે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો, કે કેમ તે જાણવા અમે તેમના દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp