મહાકાલ મંદિરમાં બની દેશની સૌથી મોટી ભોજનશાળા,દરરોજ 50000 ભક્તોને મળશે ફ્રી ભોજન

PC: abplive.com

સમગ્ર દેશમાં ઉજ્જૈનના મહાકાલ પ્રખ્યાત થઇ ગયા છે, જેના કારણે અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવવા લાગ્યા છે. બાબા મહાકાલના દર્શનના ઘણા રેકોર્ડ પણ તૂટી રહ્યા છે. જેના કારણે હવે આવનારા ભક્તોને આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરના વિસ્તરણ કાર્યના બીજા તબક્કામાં સૌથી મોટી ભેટ એ છે કે, 50,000 ભક્તો માટે મફત ભોજન માટે ભોજનશાળા તૈયાર કરવામાં આવી છે. CM શિવરાજ સિંહ ચૌહાણના ઉદ્ઘાટન પછી તેની શરૂઆત કરવામાં આવશે. ભવિષ્યમાં આ રેસ્ટોરન્ટને એક લાખ ભક્તો ભોજન માટે બેસી શકે ત્યાં સુધી વિસ્તારવાની યોજના છે.

મહાકાલેશ્વર મંદિર વિસ્તરણ યોજનાના બીજા તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે. CM શિવરાજ સિંહ ચૌહાણ આજે બીજા તબક્કાનું કામ ભક્તોને સમર્પિત કરવા જઈ રહ્યા છે. વિસ્તરણ યોજના હેઠળ, ભક્તોને સૌથી મોટી ભોજનશાળાની ભેટ મળી રહી છે. મહાકાલેશ્વર મંદિર સમિતિએ 25 કરોડના ખર્ચે આ અન્નક્ષેત્રનું નિર્માણ કર્યું છે. ઉજ્જૈનના કલેક્ટર કુમાર પુરુષોત્તમના જણાવ્યા અનુસાર, ભોજનશાળામાં દરરોજ લગભગ 50,000 શ્રદ્ધાળુઓ એકસાથે બેસીને મફત ભોજન કરી શકશે.

આવનારા ભવિષ્યમાં આ ભોજનશાળાનું વિસ્તરણ કરીને એક લાખ ભક્તોની બેસવાની ક્ષમતા સાથે બનાવવામાં આવશે. મહાકાલેશ્વર મંદિર સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર કુમાર પુરુષોત્તમના જણાવ્યા અનુસાર, બીજા તબક્કાના નિર્માણ કાર્ય પર 284 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પછી હવે મંદિરનો 3.2 હેક્ટર વિસ્તાર વધુ મોટો થઈ ગયો છે. મહાકાલેશ્વર મંદિરે આવનારા 50 હજાર ભક્તોને મફત ભોજન મળવાથી મોટી સુવિધા મળશે.

કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું હતું કે, મહાકાલેશ્વર મંદિર સમિતિ દ્વારા જે ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, તે દેશની સૌથી મોટી ભોજનશાળામાની એક છે. ભોજનશાળામાં સવાર-સાંજ 50,000 ભક્તો ભોજન કરી શકશે. આ યોજનાને વધુ વિસ્તૃત કરીને તેને એક લાખ ભક્તો બેસી શકે ત્યાં સુધી વિસ્તારવામાં આવશે. મહાકાલેશ્વર મંદિર સમિતિ તેમજ દાતાઓના સહયોગથી અન્નક્ષેત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું હતું કે, દરરોજ આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માટે ભોજન તૈયાર કરવામાં માનવ શ્રમ પણ વપરાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. મંદિર પરિસરમાં સ્થિત ફૂડ એરિયામાં એક સંપૂર્ણ સ્વચાલિત મશીન લગાવવામાં આવ્યું છે, જેના દ્વારા થોડા સમયમાં હજારો લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp