દેશના સૌથી ધનિક મંદિર તિરુપતિ ટ્રસ્ટનો સનાતન ધર્મ પર મોટો નિર્ણય

PC: facebook.com/TTDevasthanams

સનાતન ધર્મમાં આસ્થા ધરાવતા અન્ય સંપ્રદાયોના લોકો માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ એક મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ટીટીડી એક પ્લેટફોર્મ બનાવવા જઈ રહી છે જ્યાં સનાતન ધર્મમાં પાછા ફરવા માંગતા બિન-હિંદુ લોકોને મદદ કરવામાં આવશે. આ વિશે TTDના પ્રમુખ ભુમના કરુરણકર રેડ્ડીએ કહ્યું છે કે, આ મંચ ભારતમાં પહેલા પ્રકારનો છે, જેનો હેતું હિંદુ ધર્મના મૂલ્યોનો પ્રસાર કરવાનો અને કન્વર્ઝન રોકવાનો છે.

આમ તો જે લોકો સનાતન ધર્મ સ્વીકારવા માંગે છે એના માટે વિશ્વ હિંદુ પરિષદ, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ કામ જ છે, પરંતુ તિરુપતિ મંદિર દેશનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે અને લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે. ત્યારે TTDનો આ નિર્ણય મહત્ત્વનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp